Get The App

પત્નીએ પૈસા નહી આપતા પાંડેસરામાં બેરોજગાર પતિએ આપઘાત કર્યો

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
પત્નીએ પૈસા નહી આપતા પાંડેસરામાં બેરોજગાર પતિએ આપઘાત કર્યો 1 - image


- વરાછામાં બે રત્નકલાકાર સહિત શહેરમાં ચાર વ્યક્તિએ જીવન ટુંકાવી લીધું

સુરત,:

સુરતમાં આપધાતના ચાર બનાવમાં વરાછામાં વિવિધ વિસ્તારમાં કોઇ કારણસર બે રત્નકલાકાર તથા પાંડેસરામાં પત્નીએ પૈસા નહી આપતા ટેન્શનમાં આવીને બેકાર પતિએ અને ચોકબજારમાં યુવાને આત્મત્યા કરી હતી.

સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ વરાછો રોડ આદર્શનગર સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષીય રાજેશભાઇ ભુરાભાઇ માણીયા બુધવારે બપોરે ઘરમાં કોઇ કારણસર એસીડ પી ગયા જતા પરિવારના સભ્યો સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં ટુંકી સારવાદરમિયાન તે મોતને ભેટયા હતા. જયારે રાજેશભાઇ મુળ ભાવનગરના વતની હતા. તે રત્નકલાકારનું કામ કરતા હતા. બીજા બનાવમાં વરાછામાં મારૃતી ચોક ખાતે તિરૃપતી એપાર્ટમેન્ટમાં રહેતો ૧૯ વર્ષીય મહેશ અશોકભાઇ મેર બુધવારે રાતે ઘરમાં અગમ્ય કારણસર છતના હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતુ. જયારે મહેશ મુળ બોટાદમાં સારંગપુરનો વતની હતો. તે રત્નકલાકારનું કામ કરતો હતો.

ત્રીજા બનાવમાં પાંડેસરામાં આશાપુરી સોસાયટીમાં રહેતા ૫૦ વર્ષીય શરદ હરીબંધુ શાહુ ગત તા.૧૯મી રાતે ઘરમાં એસીડ પી જતા પત્ની સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયા હતા. જયાં આજે સવારે તેમનું મોત નીંપજયું હતું. પોલીસે કહ્યુ કે, શરદ મુળ ઓરીસ્સાના ગંજામનો વતની હતા. અગાઉ તે છુટક કામ કરતા હતા પણ છેલ્લા બે માસથી તે બેકાર હતા. જેથી તેણે પત્ની પાસે પૈસા માંગ્યા હતા. જોકે પત્નીએ તેને પૈસા નહી આપતા નાસીપાસ થઇને આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. જયારે તેની પત્ની સિલાઇ કામ કરે છે. તેમને એક સંતાન છે. ચોથા બનાવમાં ચોકબજારમાં વેડ રોડ ત્રિલોક સોસાયટીમાં રહેતો ૩૦ વર્ષીય પ્રવિણ દિલીપ મહાજન બુધવારે સાંજે ઘરમાં છતના લાકડા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.


Google NewsGoogle News