વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત દેણા ગામ પાસે "બફર લેક" તથા નદી અને વરસાદી કાંસ ઊંડા કરવાની કામગીરી થશે
Image: Wikipedia
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી માં પૂરની પરિસ્થિતિ સર્જાતી રહે છે તેમાં રાહત મળી રહે તે માટે રાજ્ય સરકારે પ્રોફેસર નવલાવાલા ની અધ્યક્ષતામાં તજજ્ઞોની કમિટી બનાવી હતી તેઓના અહેવાલ બાદ હવે કોર્પોરેશન નું તંત્ર એક્શનમાં આવ્યું છે તેને ધ્યાનમાં રાખી તારી 24મી એ ખાસ સભા બોલાવી છે જેમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે નો અહેવાલ અને કામોની મંજૂરી માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે
તજજ્ઞોની સમિતિએ રજૂ કરેલા અહેવાલ મુજબ વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી ઊંડી કરવી વરસાદી કાંસો ઊંડા કરવા તેમજ દેણા પાસે બપોર લેક ની કામગીરી કરવામાં આવશે.
વિશ્વામિત્રી નદીમાં પૂર નિયંત્રણ અને નિવારણ સમિતિના રિપોર્ટને ધ્યાને લઈ તેને બહાલી આપવા અને સદર રીપોર્ટમાં સૂચવેલ બાબતો પૈકીની સહની કામગીરીઓ ચોમાસા પહેલાં થઇ શકે તે ધ્યાને લેતાં તથા આ રીપોર્ટમાં સૂચવેલી તથા આનુષગીક અન્ય કામગીરી ક૨વા અંગેની તમામ વહીવટી સત્તા મ્યુનિસિપલ કમિશ્નરને દરખાસ્તમાં જણાવ્યું છે.
વડોદરા શહેર અને તેની આસપાસના વિસ્તારમાં ઓગસ્ટ-૨૦૨૪માં ભારે વરસાદના કારણે પૂરના પાણી શહેરી વિસ્તારમાં ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી.. ભવિષ્યમાં આવી સમસ્યા ઉદભવે નહિ તથા જાનમાલનું નુક્શાન થાય નહિ તે માટે વડોદરા શહે૨ને પાણી પુરૂ પાડતા આજવા, પ્રતાપપુરા સરોવર અને વિશ્વામિત્રી નદીના કેચમેન્ટ વિસ્તારમાંથી આવતાં વરસાદી પાણીનું યોગ્ય વ્યસ્થાપન થાય, તે માટે વડોદરા શહેર અને તેની આસપાસનાં વિસ્તારનાં પાણીમાં નૈસર્ગિક સ્ત્રોત અને પાણીનાં નિકાલની કુદ૨તી વ્યવસ્થાને અસર કરતાં પરિબળોની સમીક્ષા કરી પૂર નિવારણ પગલાં લેવા ઉચ્ચ કક્ષાની સમિતીની રચના સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી.
આ ઉચ્ચ કક્ષાની સમિતિ દ્વારા વખતો વખત થયેલ રૂબરૂ મીટીંગો તથા કેન્દ્ર તથા રાજ્ય સરકારનાં વિવિધ વિભાગોનાં ટેકનિકલ નિષ્ણાંતો સાથે થયેલી રૂબરૂ ચર્ચા તથા સાઈટ વિઝિટો બાદ વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ તથા નિવા૨ણ રીપોર્ટ તૈયાર ક૨વામાં આવ્યો છે.
જગનોની ઉચ્ચ કક્ષાની કમિટીએ રજૂ કરેલા અહેવાલમાં વિવિધ ટુંકા ગાળા તથા લાંબા ગાળાનાં આયોજનો કામગીરીઓનાં સુચનો કરવામાં આવેલ છે.
વડોદરા મહાનગપાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીમાં કામગીરી ક૨વાની હોઈ તથા વિશ્વામિત્રી નદીમાં Schedule-1 પ્રાણી, મગરો, સોફ્ટ શેલ કાચબા, વગેરેનો વસવાટ હોઈ, વડોદરા મહાનગપાલિકા દ્વારા પર્યાવરણ ક્લિયરન્સ તથા વાઇલ્ડ લાઇફ બોર્ડની એનઓસી માટે એપ્લીકેશન ક૨વામાં આવી છે. જે મંજૂરી મળવાના આખરી તબક્કા હેઠળ છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત જે કામગીરી કરવાની છે તેની મંજુરીઓને આધીન તથા ફોરેસ્ટ વિભાગ સાથે સંકલનમાં રહીને ક૨વામાં આવશે.
વિશ્વામિત્રી નદી પુર નિયંત્રણ તથા નિવારણ સમિતિના રીપોર્ટના આધારે મહત્વના સુચનો જેમકે
1) વિશ્વામિત્રી નદી રીસેક્શનીંગની તથા ડીસીલ્ટીંગની કામગીરી,
2) રેઈન વોટર હાર્વેટીંગની કામગીરી (ડીપ રીચાર્જ વેલ તથા રેઈન વોટર હાર્વેટીંગ માટે ઝોનલ કામગીરીઓ માટે એમપેનલમેન્ટ) તથા 3) વડોદરા શહેરની મુખ્ય કાંસોનું રીસેક્શનીંગની કામગીરી માટે સ્થાયી સમિતિમાં અત્રેથી દરખાસ્ત ક૨વામાં આવેલ છે.
આમ, હાલમાં વડોદરા કોર્પોરેશન દ્વારા ટુંકા ગાળાના આયોજનો પૈકી ઉપર મુજબની 3 કામગીરીઓ તથા દેણા ખાતે બફ૨ લેકની કામગીરી શરૂ કરવામાં આવશે, તથા આવનાર ચોમાસા પહેલા પૂર્ણ ક૨વા આયોજન હાથ ધરેલ છે. તદુપરાંત, વધુમાં જણાવવાનું કે અન્ય ટુંકા ગાળા તથા લાંબા ગાળાના સુચનો અંગે પણ કામગીરીઓ તબક્કાવાર હાથ ધરવામાં આવશે. આ રિપોર્ટમાં ઉલ્લેખનીય કામગીરી પુર નિવારણના ભાગરૂપે અમલીકરણ કરવા મંજૂરી મળવા વિનંતી છે. તથા રિપોર્ટમાં દર્શાવેલ કામગીરી ક૨વા, જરૂર જણાયે તો વડોદરા મહાનગપાલિકાની હદ બહાર હાઇવે સમાંતર, વાસણા બાંકો કાંસ, રૂપારેલ કાંસ જેવી અન્ય સંલગ્ર કાંસો માટે પણ કામગીરી કરવામાં આવશે.