Get The App

સ્વચ્છ ભારત 3.0 મિશન હેઠળ ટેક્સટાઇલ એકમોમાં સ્વચ્છતા માટે સાફ-સફાઈ શરૃ કરાઇ

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News


સ્વચ્છ ભારત 3.0 મિશન હેઠળ ટેક્સટાઇલ એકમોમાં સ્વચ્છતા માટે સાફ-સફાઈ શરૃ કરાઇ 1 - image


સુરત

શેરી મોહલ્લા અને રોડ રસ્તાઓ સુધી સીમિત રહેલું સ્વચ્છ ભારત અભિયાન હવે ઔદ્યોગિક વસાહતોમાંના એકમો સુધી પહોંચી ગયું છે. ભારત સરકારના સ્વચ્છ ભારત 3.0 મિશન હેઠળ ટેક્સટાઇલ એકમોમાં સ્વચ્છતા માટે કારખાનેદારો અને કારીગરોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. ટેક્સટાઇલ કમિશનર કચેરીની સૂચનાને અનુસંધાને  વિવિધ ઔદ્યોગિક વસાહતોમાંના ટેક્સ્ટાઇલ એકમોમાં ટીમ સર્વે કરીને રિપોર્ટ તૈયાર કરી રહી છે. 31 ઓક્ટોબર સુધી મંત્રા અને મંત્રા દ્વારા ચલાવવામાં આવતાં સચિન અને પાંડેસરા સ્થિત પાવરલૂમ સેન્ટર વિસ્તારના વિવિધ કારખાનાઓ અને ફેક્ટરીઓમાં અભિયાન ચાલશે એમ મંત્રાના ડિરેક્ટર ડો. પંકજ ગાંધીએ વાતચીતમાં જણાવ્યું હતું.


Google NewsGoogle News