Get The App

એસએસઆઈપી હેઠળ જિલ્લાની 18 શાળાની કૃતિને મોડીફાઈ કરવા આર્થિક સહાય ચૂંકવાશે

Updated: Feb 15th, 2025


Google NewsGoogle News
એસએસઆઈપી હેઠળ જિલ્લાની 18 શાળાની કૃતિને મોડીફાઈ કરવા આર્થિક સહાય ચૂંકવાશે 1 - image


- કમિશનર શાળાઓની કચેરી દ્વારા

- વિવિધ શાળાનાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મહેનત રંગલાવી : પેટન્ટ સુધી મદદ મળશે

ભાવનગર : સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી અંતર્ગત પ્રથમ શાળા કક્ષાએ અને બાદમાં જિલ્લા કક્ષાએ વિવિધ શાળાએ રજુ કરેલ ઈનોવેટીવ પ્રોજેક્ટમાંથી પસંદગી પામેલ કૃતિઓને રાજ્યમાં મોકલાઈ હતી. જેમાં ભાવનગરની ૨૬ જેટલી કૃતીમાંથી ૧૮ કૃતીઓ પસંદગી પામી તેને વધુ મોડીફાઈ કરવા અને પેટન્ટ સુધી પહોંચાડવા આર્થિક સહાય મંજુર કરવામાં આવી હતી. રાજ્યભરમાંથી આવી ૯૪ કૃતી પસંદ થઈ છે.

રાજ્ય સરકાર દ્વારા શાળા કોલેજોમાં ઉદ્યમીતાને પ્રોત્સાહન આપવા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેટીવ પોલીસી એસએસઆઈપી ૨.૦ જાહેર કરવામાં આવી છે. શાળાઓમાં આ પોલીસીના અમલીકરણ માટેની સુચનાઓ પણ પ્રસિદ્ધ કરાઈ છે. પ્રથમ શાળા કક્ષાએ બાદ જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ મળેલ પસંદગી પામેલ કૃતિઓને વધુ મોડીફાય કરી પેટન્ટ સુધી પહોંચાડવા આર્થિક મદદ પણ કરાય છે. કમિશનર શાળાઓની કચેરી દ્વારા દરેક જિલ્લા પાસેથી ઉત્તમ પ્રકારની કૃતિઓ મંગાવાઈ હતી. જેના પ્રેઝન્ટેશન બાદ પસંદ થયેલ રાજ્યની કુલ ૯૪ વિદ્યાર્થીઓને તેમની કૃતિને વધુ સારી અને લોકભોગ્ય બનાવવા મોડીફાય કરવા ૨૦ હજારની સહાય જાહેર કરાઈ છે. ભાવનગર જિલ્લામાંથી ૨૬ જેટલી કૃતિઓ ગઈ હતી અને ૧૮ કૃતિઓને મોડીફીકેશન માટે પસંદ કરવામાં આવી છે. જેમાં સતુઆબાબા સ્કુલની ફી એનર્જી જનરેટેડ શુઝ, મોડલ સ્કુલ સિદસરની એનર્જી સેવર ડોર હેન્ડલ, ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા મણારની ઓટો મેટીક રેલવે ક્રોસિંગ બ્રીજ, બજરંગદાસ બાપા હાઈસ્કુલની ખેડૂત જીવન બચાવવાની લાકડી, ગવર્મેન્ટ હાઈસ્કુલ તરેડની કાર્બન બંદુક, એલ.એલ. કાકડીયા હાઈસ્કુલની સ્પીડ બ્રેકર પાવર જનરેટ, મોડલ સ્કુલ માનવડની રોડ ક્રોસિંગ વિધાવટ ટ્રાફિક સિગ્નલ, એ.કે. મોરડીયા હાઈસ્કુલની લેન્ડ માઈન ગન, બી.જી. મહેતા વિદ્યાલયની કેમીકલ ફ્રી ખેતી, સરકારી હાઈસ્કુલ વરલની ફ્લોટીંગ ચક્ર, નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયની સ્માર્ટ ઉપકરણ, શ્રી ગર્લ્સ હાઈસ્કૂલની ગ્રીન એગ્રો કેરીયર, ગંભીરસિંહજી હાઈસ્કૂલની સ્પીડ બ્રેકર, એન.એમ. મહેતા હાઈસ્કુલની લેયર ખેતી, સંત કંવરરામ સિંધી હાઈસ્કુલની ઈમરજન્સી યાત્રિક ફલ, શ્રી સ્વામીનારાયણની માઈક્રો ધ મીલેટ, મોડલ સ્કુલ માનવડની છતની ધુળ વ્યવસ્થાપન અને ધનેશ મહેતાની સ્કુલની હાઈડ્રો ગાર્ડ શીલ કૃતીની પસંદગી કરવામાં આવી છે. જે તમામને આર્થિક સહાય મળશે.


Google NewsGoogle News