ગુજરાતમાં 'વિકાસ' ઊભો નથી રહી શકતો! સુરત બાદ વલસાડમાં ઉદ્ઘાટન પહેલા બ્રિજનો પિલર ધરાશાયી

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
Bridge Collapsed in Pardi


Bridge Collapsed in Pardi: વલસાડ જિલ્લાના પારડીના ઉમરસાડી માછીવાડ ગામે દરિયાકાંઠે 8 કરોડ રૂપિયાના ખર્ચે નિમાર્ણ પામી રહેલા બ્રિજનો એક પિલર ધરાશાયી થતા દોડધામ મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતા જ લઈને અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. દરિયાઈ પાણીના ધોવાણના કારણે બ્રિજનો પિલર ધરાશાયી થયો હોવાનું અનુમાન છે.

પારડીના ઉમરસાડી માછીવાડ ગામે દરિયાકાંઠે પર્યટકોને આકર્ષવા અને ટુરિસ્ટ પોઈન્ટ વિકસાવવા અમદાવાદના અટલ બ્રિજની તર્જ પર 8 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવવા સરકારે મંજૂરી આપી હતી. એજન્સી મારફતે દરિયાકાંઠે બ્રિજ (વોકવે) નિમાર્ણની કામગીરી ચાલી રહી છે. પરંતુ આ કામગીરી 50 ટકા પૂર્ણ કરાયા બાદ યેનકેન કારણોસર બંધ થઈ ગઈ હતી. જો કે, ચોથી ઓગસ્ટ અચાનક બ્રિજનો એક પિલર ધરાશાયી થતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

આ પણ વાંચો: હવે દેશની આ બે ટ્રેનો લેશે વંદે ભારતનું સ્થાન, જાણો શું છે રેલવે મંત્રાલયની નવી યોજના

અધિકારીએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો

આ ઘટનાને પગલે અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જ્યાં અધિકારી દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. દરિયાઈ ધોવાણ અને ભારે વરસાદને કારણે ઘટના બની હોવાનું અનુમાન લગાવાયું હતું. તંત્ર દ્વારા આ ઘટના કેવી રીતે બની તે અંગે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી પણ સ્થાનિકોમાં માગ છે. આ ઉપરાંત બેદરકારી કે હલકી ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગ કરવાને કારણે બની હોય તો જવાબદારો સામે કડક પગલા ભરવામાં આવે તે જરૂરી બન્યું છે.

ગુજરાતમાં 'વિકાસ' ઊભો નથી રહી શકતો! સુરત બાદ વલસાડમાં ઉદ્ઘાટન પહેલા બ્રિજનો પિલર ધરાશાયી 2 - image


Google NewsGoogle News