Get The App

મકરપુરા જીઆઈડીસીમાં પાર્કિંગના મુદ્દે મામા ભાણેજનો હુમલો

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
મકરપુરા જીઆઈડીસીમાં પાર્કિંગના મુદ્દે મામા ભાણેજનો હુમલો 1 - image


Image Source: Freepik

- મકરપુરા જીઆઇડીસી માં પાર્કિંગના મુદ્દે બોલાચાલી ઝઘડો થતાં મામા ભાણેજે ફેક્ટરી માલિક પર હુમલો કર્યો હતો

વડોદરા, તા. 24 ડિસેમ્બર 2023, રવિવાર

બિલા બોંગ સ્કુલની પાછળ મેપલ વીલામાં રહેતા મનીષભાઈ ભાઈલાલભાઈ પટેલ મકરપુરા જીઆઇડીસી માં કંપની ચલાવે છે તેમણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે 19મી તારીખે સવારે હું મારી કંપનીએ ગયો હતો. ત્યારબાદ મારી પત્ની હીનાબેન પણ કંપનીમાં 11:15 વાગે કાર લઈને આવ્યા હતા તથા તેમની કાર પ્લોટ માં આવવાના મુખ્ય રસ્તા પર સાઈડમાં પાર્ક કરી હતી. થોડા સમય પછી અમારી બાજુમાં આવેલ મૈત્રીય એન્ટરપ્રાઇઝ નામની કંપની છે બાલાજી વેફરના ડિસ્ટ્રીબ્યુટર તરીકે કામ કરે છે તેઓનો કન્ટેનર આવ્યું હતું તેવું ના કન્ટેનરને પ્લોટ માં આવવા માટે મારા પત્નીની ગાડી નડતર રૂપ થતી હોય મૈત્રીય એન્ટરપ્રાઇઝના માલિક પ્રદીપભાઈ મનહરભાઈ ઉપાધ્યાય ઉર્ફે  મામા તથા તેઓનું ભાણેજ રીપલ કનકરાય ત્રિવેદી મારી કંપનીમાં આવ્યા હતા અને ગાડી હટાવી લેવા માટે કહ્યું હતું. હું મારી પત્નીની ગાડીની ચાવી લઈ જતા રીપલ ત્રિવેદી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ચાવી લાવતા આટલી બધી વાર કેમ લાગી તેમ કહી મારી સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. રિપલના મામા પ્રદીપભાઈ ઉપાધ્યાય વચ્ચે પડેલા. તેઓએ પણ મારી સાથે ઝઘડો કર્યો હતો તેઓએ ધમકી આપી હતી કે હવે પછી ગાડી હટાવતા વાર લાગશે તો તમારી પર ગાડી ચડાવી દઈશ. 


Google NewsGoogle News