Get The App

ખેડા પાસે ગેરેજની પાછળથી અનધિકૃત રીતે ગેસ રી-ફિલિંગનું કૌભાંડ ઝડપાયું

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
ખેડા પાસે ગેરેજની પાછળથી અનધિકૃત રીતે ગેસ રી-ફિલિંગનું કૌભાંડ ઝડપાયું 1 - image


મામલતદારે સીઝર મેમો ફટકાર્યો, ગુનો નોંધવા તજવીજ

ગેસના છ મોટા અને પાંચ નાના સિલિન્ડર સહિત ૩૧ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

નડિયાદ: ખેડા-નડિયાદ રોડ પર ગેરેજમાં પાછળના ભાગે અનધિકૃત રીતે ગેસ રી-ફિલિંગનું કૌભાંડ ઝડપાયું હતું. ખેડા એસઓજીએ એક શખ્સને રૂ.૩૧ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. મામલતદારે ઘટનાસ્થળે પહોંચી સીઝર મેમો આપતા પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. 

ખેડા-નડિયાદ રોડ પર શાંતિનગર સોસાયટી સામે આવેલા નવકાર ઓટો ગેરેજમાં પાછળના ભાગે અનધિકૃત રીતે ગેસ રી-ફિલિંગનું કામ ચાલતું હોવાની ખેડા એસઓજીને બાતમી મળી હતી. 

જેના આધારે એસઓજીએ દરોડો કરતા બનાવસ્થળેથી પાર્થ મહાવીરભાઈ ચોપડા (ઉં.વ.૨૭, રહે. ગાંધીપોળ, ખેડા)ને ભારત ગેસ કંપનીના રાંધણ ગેસની પાંચ ભરેલી અને એક ખાલી બોટલ, અલગ અલગ કંપનીની પાંચ નાની રાંધણ ગેસની બોટલ, ૯ રેગ્યુલેટર, ૯ પ્રેશલ વાલ્વ, ગેસ ભરવાની નોઝલ સહિત રૂ.૩૧,૧૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. જેથી પુરવઠા મામલતદાર, ખેડાને સ્થળ પર બોલાવતા મામલતદારે ખરાઈ કરતા પાર્થ ચોપડા અનધિકૃત રીતે ગેસ રી-ફિલિંગનો મુદ્દામાલ રાખતા હોવાથી મામલતદાર ખેડાએ મુદ્દામાલ જપ્ત કરી સીઝરમેમો આપ્યો હતો. આ અંગે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.



Google NewsGoogle News