Get The App

સુરતમાં માનવતાને શર્મશાર કરતો વધુ એક કિસ્સો: સચિન જીઆઇડીસીમાં રાત્રિના અંધકારમાં વાછરડી સાથે વિધર્મીનું અપ્રાકૃતિક સેકસ, લોકોએ પકડીને ઢોર માર માર્યો

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
સુરતમાં માનવતાને શર્મશાર કરતો વધુ એક કિસ્સો: સચિન જીઆઇડીસીમાં રાત્રિના અંધકારમાં વાછરડી સાથે વિધર્મીનું અપ્રાકૃતિક સેકસ, લોકોએ પકડીને ઢોર માર માર્યો 1 - image




- હનુમાન મંદિરની બાજુમાં પતરાના શેડમાં પૂજારીએ બાંધેલી વાછરડી નજીકમાં ઘાસચાર પાસેથી મળી આવીઃ ગુપ્તાંગમાં સોજો હોવાથી અઘટિત ઘટનાની શંકા ગઇ હતી
- સ્થાનિક જયકરણભાઇની ચાલના સીસીટીવીમાં કેદ થયેલા નરાધમની પૂછપરછ કરતા દુષ્કર્મની કબૂલાત, ટોળાએ માર મારતા હાથમાં ફ્રેકચર



સુરત
સુરતમાં માનવતાને શર્મશાર કરતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સચિન જીઆઇડીસી-ગભેણી રોડ સ્થિત બજરંગ નગરમાં હનુમાનજીના મંદિરની બાજુમાં પૂજારીએ બાંધેલી વાછરડીને રાત્રિના અંધકારમાં શેડની પાછળના ભાગમાં લઇ જઇ આપ્રાકૃતિક સેક્સ માણતા ચકચાર મચી ગઇ છે. સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે અબોલ પશુ સાથે હેવાનીયતને પણ શરમાવે તેવું કૃત્ય કરનાર પરપ્રાંતિય વિધર્મી યુવાનને એકત્ર થયેલા ટોળાએ માર મારી પોલીસને હવાલે કર્યો હતો.


સુરતમાં માનવતાને શર્મશાર કરતો વધુ એક કિસ્સો: સચિન જીઆઇડીસીમાં રાત્રિના અંધકારમાં વાછરડી સાથે વિધર્મીનું અપ્રાકૃતિક સેકસ, લોકોએ પકડીને ઢોર માર માર્યો 2 - image
શહેરમાં માનવતાને શર્મશાર કરતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. સચિન જીઆઇડીસી-ગભેણી રોડ સ્થિત બરફ ફેક્ટરી નજીક બજરંગ નગરમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવત હરિશંકર રાજકિશોર દુબે (ઉ.વ. 46 મૂળ રહે. બસુહી, પો. હરદાસપુર, તા. ચાંદા, જી. સુલતાનપુર, યુ.પી) ઘરની બાજુમાં હનુમાનજી મંદિરમાં પૂજારી તરીકે પણ કામ કરે છે. પૂજારી હરિશંકરે મંદિરની બાજુમાં પતરાના શેડમાં બે ગાય અને એક વાછરડી પાળે છે જેને ગત રાતે 12 વાગ્યાના અરસામાં ઘાસચારો નાંખી સુઇ ગયો હતો. સવારે રાબેતા મુજબ 5 વાગ્યે પૂજારી હરિશંકર ગાય અને વાછરડીને ચારો નાંખવા ગયા ત્યારે ગાય તેની જગ્યા ઉપર હતી પરંતુ વાછરડી ગાયબ હતી. જેથી વાછરડીની શોધખોળ કરતા શેડના પાછળના ભાગે જયાં ઘાસચારો રાખવાની જગ્યા છે ત્યાં વાછરડી હતી અને તેના ગુપ્તાંગના ભાગ ઉપર સોજો હતો. જેથી વાછરડી સાથે કોઇક અઘટિત ઘટનાની શંકા જતા તુરંત જ મંદિરનું સંચાલન કરનાર સંતોષસીંગને જાણ કરી હતી. સંતોષસીંગે સ્થાનિક વિસ્તારના અમર શાહુ તથા વિનોદ પટેલ સહિતનાએ જયાં વાછરડી બાંધવામાં આવી હતી તે પતરાના શેડ નજીક જયકરણભાઇની ચાલના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક યુવાન રાતે 1.30 વાગ્યાના અરસામાં સ્થાનિક શીવરાજ મૌર્યાની ચાલમાં રહેતો ઇસ્માઇલ અહમદ સહબુખાન (ઉ.વ. 25) નામનો યુ.પી વાસી જતા નજરે પડયો હતો. જેથી સંતોષસીંગ સહિતના તમામ ઇસ્માઇલના રૂમ ખાતે ઘસી ગયા હતા જયાં ઇસ્માઇલની ચંપ્પલ ઉપર ગોબર તથા ઘાસ લાગેલું હતું ઉપરાંત તેના અંડરવેર ઉપર પણ ઘાસ હતો. જેથી તેની પૂછપરછ કરતા ઇસ્માઇલે કબૂલાત કરી હતી કે રાત્રિના સમયે વાછરડી સાથે દુષ્કર્મ કર્યુ હતું. જેને પગલે સંતોષસીંગ સહિતના તમામ ચોંકી ગયા હતા અને એકત્ર થયેલા ટોળાએ અબોલ પશુ સાથે અપ્રાકૃતિક સેક્સ માણનાર હવસખોર નરાધમ ઇસ્માઇલને માર મારી સચિન જીઆઇડીસી પોલીસને હવાલે કર્યો હતો.


વીતેલા સાત મહિનામાં અબોલ પશુઓ સાથે અપ્રાકૃતિક સેક્સની ચોથી ઘટના



વાછરડી સાથે અપ્રાકૃતિક સેક્સની ઘટનાને પગલે માનવતા વધુ એક વખત શર્મશાર થઇ છે. જો કે આશ્ચર્યની બાબત એ છે કે અગાઉ પણ અપ્રાકૃતિક સેક્સના કિસ્સા સામે આવ્યા છે. જેમાં ગત ઓગસ્ટમાં નવસારી બજાર મલેકવાડીમાં રાત્રિના અંધકારમાં પાંચ સંતાનના પિતા એવા 70 વર્ષીય આરોગ્ય વિભાગના નિવૃત કર્મચારી કૂતરી સાથે અપ્રાકૃતિક સેક્સ માણતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. જયારે ગત ઓક્ટોબર મહિનામાં વરાછાના ખોડિયાર નગર નજીક ભાતની વાડી પાસે સિક્યુરીટી ગાર્ડનો અને ગત ડિસેમ્બરમાં મોટા વરાછાના અંબિકા પીનેકલ કોમ્પ્લેક્ષમાં રાતના અંધકારમાં બે સંતાનના પિતાનો કૂતરી સાથે સેકસ માણતા વિડીયો વાયરલ થયો હતો.


Google NewsGoogle News