Get The App

'તમે કોણ છો, અહી આવવું નહીં', ઉમરગામ મામલતદાર કચેરીના ક્લાર્કનું માજી તાલકા પંચાયત પ્રમુખ સાથે ગેરવર્તન

તા.પં.ના માજી પ્રમુખે જિલ્લા કલેકટરને ફરિયાદ કરીને કાર્યવાહી કરવા માગ કરી

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
'તમે કોણ છો, અહી આવવું નહીં', ઉમરગામ મામલતદાર કચેરીના ક્લાર્કનું માજી તાલકા પંચાયત પ્રમુખ સાથે ગેરવર્તન 1 - image


Valsad News: ઉમરગામ મામલતદાર કચેરીના ક્લાર્કે તાલુકા પંચાયતના માજી પ્રમુખ અને હાલના સભ્યને તમે કોણ છો, તમારૂ કામ નહી થાય, અહી આવવું નહી એમ જણાવી ઉદ્ધતાઈથી વર્તન કરાયું હતું. અધિકારીના ગંભીર કૃત્ય અંગે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. સાથે કર્મચારી સામે કાર્યવાહી કરવા માગ કરી છે.

હું કોઈથી ડરતો નથી: ક્લાર્ક

ઉમરગામ તાલુકા પંચાયતના માજી પ્રમુખ અને સભ્ય રમેશભાઈ ધાંગડા સોમવારે ઉમરગામ મામલતદાર કચેરીમાં આદિવાસી અરજદાર સાથે વન વિભાગની જમીનના બીજી હક્ક હેઠળ નામ દાખલ નહીં કરતા રજૂઆત કરવા ગયા હતા. માલતદાર કચેરીના ક્લાર્ક મનીષ ચૌધરી પાસે જતા તેણે કહ્યું કે, 'તમે કોણ છો? તમારૂ કામ નહીં થાય,તમારે અહીં આવવું નહીં.' તો રમેશ ધાંગડાએ કહ્યું, 'હું ચૂંટાયેલા પ્રતિનિધિ હોવાથી લોકો મારી પાસે કામ કરાવવા આવતા હોવાથી હું કામ માટે આવ્યો છે.' રમેશ ધાંગડાએ મામલતદાર સમક્ષ આ ઘટના વર્ણવી હતી. ત્યારે પણ મનીષે ચૌધરીએ કહ્યું હતું કે,'તારે જેને રજૂઆત કરવી હોય તેને કર, હું કોઈથી ડરતો નથી.'

જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી

માજી તાલુકા પંચાયત પ્રમુખ રમેશ ધાંગડાએ મુખ્યમંત્રીને સંબોધી જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી પોતાની સાથે થયેલા અપમાન અને ગેરવર્તન અંગે તપાસ કરાવી પગલા ભરવા માગ કરી છે. નોંધનીય છે કે, ઉમરગામ મામલતદાર કચેરીમાં આવતા અરજદારો આમેય અધિકારી અને કર્મચારીની કાર્યશૈલી અને નીતિરિતીથી કંટાળી ગયા છે. સામાન્ય કામોમાં પણ ખોટી રીતે વિલંબ કરાતો હોવાની પણ ફરિયાદ ઉઠતી રહે છે. કચેરીમાં સામાન્ય કામો પણ વિલંબથી થતા લોકોએ ધર્મના ધક્કા ખાવા પડતા સમય અને પૈસાનો પણ વ્યય થતો હોય છે.

'તમે કોણ છો, અહી આવવું નહીં', ઉમરગામ મામલતદાર કચેરીના ક્લાર્કનું માજી તાલકા પંચાયત પ્રમુખ સાથે ગેરવર્તન 2 - image


Google NewsGoogle News