Get The App

ઠાસરા નગરપાલિકા વિસ્તારમાં 24 કલાકમાં દબાણો દૂર કરવા અલ્ટિમેટમ

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
ઠાસરા નગરપાલિકા વિસ્તારમાં 24 કલાકમાં દબાણો દૂર કરવા અલ્ટિમેટમ 1 - image


- ગમે ત્યારે દબાણો દૂર કરવાની તંત્રની અંતિમ નોટિસ

- શાળા પાસેથી 20 કેબીનો સ્વયંભૂ હટાવી લેવાઈ દુકાનો બહાર તાણેલા શેડ પણ લોકોએ ઉતાર્યા

ઠાસરા : ઠાસરા નગરપાલિકા વિસ્તારમાં દબાણોનો રાફડો ફાટયો છે. ત્યારે તંત્ર દ્વારા વારંવાર નોટિસો આપવા છતાં દબાણો દૂર થતા ન હતા. ત્યારે પાલિકાના ચીફ ઓફિસર ૨૪ કલાકમાં સ્વયંભૂ દબાણ ખાલી કરવા દબાણકર્તાઓને અલ્ટિમેટમ આપ્યું છે. બીજી તરફ શોપિંગ સેન્ટરોની બહાર તાણી દીધેલા શેડ, કેબીનો હટાવવાની કામગીરી દબાણકર્તાઓ શરૂ કરી દીધી છે.

ઠાસરા નગરપાલિકાના ચીફ ઓફિસરે તા. ૨૦મીએ લાગતા વળગતા દબાણકર્તાઓને આપેલી અંતિમ નોટિસમાં જણાવ્યું છે કે, આપના દ્વારા કરાયેલું નડતરરૂપ કાચું- પાકું દબાણ નોટિસ મળ્યાથી ૨૪ કલાકમાં ત્વરિત સ્વૈચ્થિક સ્વખર્ચે દૂર કરી લેવું અને જો માલિકીની જગ્યામાં હોય તો પુરાવા રજૂ કરવા નહીં તર કલમ ૧૮૫ હેઠળ જાહેર રસ્તા ઉપરના નડતરરૂપ દબાણો ગમે તે સમયે દૂર કરી દેવામાં આવશે.

બીજી તરફ તાલુકા કુમાર પ્રાથમિક શાળાના મુખ્ય દરવાજાની બંને બાજુ ૨૦થી વધુ કેબીનો સાંજે ૪ વાગ્યા સુધીમાં માલીકોએ હટાવી લીધી હતી. ક્રિશ્ના શોપિંગ બહાર સ્વૈચ્છિક દબાણો દૂર કરી દેવાયા હતા. 

જ્યારે નગરપાલિકા સેવાસદનના રોડ ઉપરના શોપિંગ સેન્ટરમાં દુકાનો બહાર તાણી દેવાયેલા શેડ પણ લોકોએ હટાવવાનું શરૂ કરી દીધું હતું.


Google NewsGoogle News