ઉકાઇ ડેમની સપાટી વોર્નિંગ લેવલથી એક ફુટ જ દુરઃ ડેમ 69 ટકા ભરાઇ ગયો

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News

 ઉકાઇ ડેમની સપાટી વોર્નિંગ લેવલથી એક ફુટ જ દુરઃ ડેમ 69 ટકા ભરાઇ ગયો 1 - image



- ધીમ ગતિએ વરસાદ સાથે 37 દિવસમાં 25 ફુટ જેટલા પાણીની આવક


- વોર્નિંગ લેવલ 331.43 ફુટ, હાલમાં સપાટી 330.19 ફુટ : જોકે, રૃલ લેવલથી ડેમની સપાટી હજુ પાંચ ફુટ દુર

                સુરત

ઉકાઇ ડેમમાં આ વખતે મેઘરાજા ધીમીગતિએ પણ સતત વરસી રહ્યા હોવાથી પાણીનો આવરો ચાલુ રહેતા પાણીની આવક આવવાની શરૃઆત થઇ ત્યારથી લઇને આજે ૩૭ દિવસમાં ઉકાઇ ડેમમાં ૨૫ ફુટ પાણીની આવક આવવાની સાથે જ ડેમ ૬૯ ટકા ભરાઇ ચૂકયો છે. ઉકાઇ ડેમ હવે રૃલલેવલથી પાંચ ફુટ જ દૂર છે.

ઉકાઇ ડેમના ઉપરવાસમાં જુન મહિનામાં મેઘરાજાની પધરામણી થઇ ચૂકી હતી. ત્યારબાદ છેક ૨૭ જુનને સવારે ૧૦ વાગ્યાથી ઉકાઇ ડેમમાં નવા નીર આવ્યા હતા. તે વખતે ઉકાઇ ડેમની સપાટી ૩૦૫.૪૦ ફુટ હતી. ત્યારથી લઇને આજે થર્ડ ઓગસ્ટ સુધીમાં  ં સતત પાણીની આવક ચાલુ રહેતા આ ૩૭ દિવસમાં ઉકાઇ ડેમમાં ૨૫ ફુટ પાણીની આવક આવવાની સાથે જ આજે સપાટી ૩૩૦.૧૯ ફુટ નોંધાઇ છે. જે ઉકાઇ ડેમના આજના રૃલલેવલ ૩૩૫ ફુટ કરતા પાંચ ફુટ જ ઓછી છે.

આજે ૩૩૦ ફુટે સપાટી પહોંચતા ઉકાઇ ડેમ ૬૯ ટકા ભરાઇ ચૂકયો છે. અને વોર્નિગ લેવલ ( ૭૦ ટકા ) ૩૩૧.૪૩ ફુટ કરતા હવે સપાટી એક જ ફુટ દૂર છે. દરમ્યાન આજે આખો દિવસ ૭૯ હજાર કયુસેક થી લઇને ૧ લાખ કયુસેક ઇનફલો આવ્યો હતો. અને હથનુર ડેમમાંથી ૪૪ હજાર કયુસેક અને પ્રકાશા ડેમમાંથી ૬૪ હજાર કયુસેક પાણી છોડાતુ હતુ.

સપાટી(ફુટ)   ટકા   લેવલ   સ્ટોરેજ

                        

૩૩૧.૪૩      ૭૦   વોનિર્ગ   ૫૧૯૦

૩૩૬.૩૪      ૮૦    એલર્ટ   ૫૯૩૧

૩૪૦.૮૪      ૯૦  હાઇએલર્ટ ૬૬૭૨

૩૪૫.૦૦     ૧૦૦ ભયજનક  ૭૪૧૪

નોંધ  મિલીયન કયુબીક મીટર ( એમસીએમ )


Google NewsGoogle News