એ તો ચોર જ નીકળ્યા..! વડોદરામાં ટોળાના હુમલામાં એકના મૃત્યુની તપાસમાં આવ્યો યુ-ટર્ન, મોબ લિંચિંગમાં 4ની અટકાયત
Vadodara Mob Attack on Thieves : વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં ચોર સમજીને નિર્દોષને માર મારતા એક યુવકનું મોત થયું હોવાના કિસ્સામાં પોલીસે તપાસ કરતા આ ત્રણ યુવક બાઈક ચોરી કરીને ભાગતા હતા અને લોકોએ પકડી પાડ્યા હતા અને માર માર્યો હોવાની માહિતી બહાર આવતા સમગ્ર કિસ્સાએ નવો વળાંક લીધો છે. ત્યારે વારસિયા પોલીસે ચારથી પાંચ યુવકની ચોરોને માર મારવા બદલ અટકાયત કરતા મહિલાઓનું ટોળું પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ખોટી રીતે ચાર થી પાંચ યુવકને પકડ્યા હોવા અંગે હોબાળો મચાવ્યો હતો.
વડોદરા શહેરમાં મધ્યરાત્રીએ વારસિયા વિસ્તારમાં બાઈક પર ચા પીવા નીકળેલા ત્રણ યુવકને ચોર સમજીને લોકોએ માર માર્યો હોવાની માહિતી બહાર આવી હતી અને પોલીસે સ્થળ પર પહોંચી જઈ ઘવાયેલા બંને યુવકને સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કર્યા હતા તે દરમિયાનમાં એક યુવકનું મોત થતાં તેના પરિવારજનો અને મિત્ર મંડળે સયાજી હોસ્પિટલ ખાતે ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહિ લેવાની જિંદગી ઉચ્ચારી હતી.
વધું વાંચો : ચોર ટોળકીની અફવાઓથી સાવધાન રહો, કાયદો હાથમાં ન લોઃ વડોદરા પોલીસ કમિશનર નરસિંમ્હા કોમરની અપીલ
આ બનાવ અંગે પોલીસે તપાસ કરતા સમગ્ર મામલનો યુ ટર્ન આવ્યો છે. ડેપ્યુટી પોલીસ કમિશનર પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે જે બે યુવકને ગંભીર ઈજા પહોંચી છે તે અને અન્ય એક યુવક ત્રણ વ્યક્તિ બાઇક ચોરીને ભાગતા હોવાથી લોકોએ પકડીને માર માર્યો હતો તેની જાણ પોલીસને મળતા ઘટના સ્થળે પહોંચી જઈ બંને યુવકને ટોળાથી બચાવી ઘાયલ થયા હોવાથી પોલીસ દ્વારા બંનેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને તેની તપાસ કરતા આ બંને યુવક બાઈક ચોરી કરીને ભાગતા હોવાનું તપાસમાં જણાવી આવતા ચોરીનો ગુનો પણ દાખલ કર્યો છે. સાથે-સાથે ટોળાએ માર માર્યો છે જેમાં એક યુવકનું મોત થયું છે. જેથી લોકોના ટોળા સામે મોબ લીંચિંગનો ગુનો દાખલ કરી તેઓને પણ પકડવાની કાર્યવાહી ચાલી રહી છે. દરમિયાનમાં જાણવા મળતી માહિતી પ્રમાણે વારસિયા વિસ્તારની વસાહતમાંથી ચારથી પાંચ યુવકને પોલીસ પકડીને લઈ ગઈ હતી અને મોબ લિંચિંગના ગુનામાં અટકાયત કરતા વસાહતની મહિલાઓનું ટોળું વારસિયા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યું હતું. જ્યાં તેઓએ ઉગ્ર રજૂઆત કરી હતી કે જે જગ્યાએ બનાવ બન્યો છે તેનાથી ઘણે દૂર અમારી વસાહત આવેલી છે અને અમારા 15 થી 16 વર્ષના યુવકોને ખોટી રીતે પકડીને પોલીસ લઈ આવી છે. જેથી તેઓને છોડી દેવામાં આવે તે જરૂરી છે તેમ કહી હોબાળો મચાવ્યો હતો.
પોલીસે ઘવાયેલા બંને યુવકો સામે ચોરીના પ્રયાસ અંગે ગુનો દાખલ કર્યો છે તો બીજી બાજુ લોક તોડા સામે પણ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વધું વાંચો : વડોદરામાં ટોળાએ ચોર સમજી બે યુવકને માર માર્યો, સારવાર વખતે એકના મોતથી ખળભળાટ