કાલાવડ નજીક ટ્રક અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર બે યુવાનોને ગંભીર ઇજા
Jamnagar Accident : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખીમાણીસણોસરા ગામમાં રહેતા અનિરુદ્ધસિંહ રેવતુભા જાડેજા તેમજ મંગળસિંહ રાજપુત કે જે બંને યુવાનો જી.જે.10 એ.એ. 4674 નંબરના બાઈકમાં બેસીને રાજકોટમાં એક કંપનીમાં નોકરીએ જતા હતા. જે દરમિયાન આણંદપર ગામના પાટીયા પાસે પુર ઝડપે આવી રહેલા જી.જે 10 ટી.એક્સ. 5767 નંબરના ટ્રકના ચાલકે બાઇકને હડફેટમાં લઈ લીધું હતું.
તે અકસ્માતમાં બંને યુવાનો ઇજાગ્રસ્ત બન્યા હતા, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માતના બનાવ અંગે ઇજાગ્રસ્તના ભાઈ જગદીશસિંહ જાડેજાએ ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમ સમગ્ર બનાવ મામલે વધુ તપાસ ચલાવે છે.