ગોંડલ નજીક મૂર્તિ વિસર્જન બે યુવકો ડૂબી જતાં મોત, ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો
Vasant Panchami : ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે વસંત પંચમીની ઉજવણી માતમમાં ફેરવાઇ ગઇ હતી. સરસ્વતી માતાની મૂર્તિના વિસર્જન વેળાએ બે શ્રમિક યુવકો ચેકડેમમાં ડૂબી જતાં મોત નીપજ્યા હતા. જેથી ખુશીનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલના ગુંદાસરામાં સુપ્રીમ કાસ્ટ નામની ફેકટરીમાં વસંત પંચમીની નિમિત્તે મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ સોમવારે વસંત પંચમીના કરવાનું હોવાથી 10 થી 15 લોકો ઢોલના તાલે નાચતાં ગાતાં મૂર્તિના વિસર્જન માટે નજીકના ચેકડેમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન અમનકુમાર ગૌતમ રાય ઉ.23 (રહે.સીમરીયા જી.જાગલપુર બિહાર) તથા કુમાર ગૌરવ સુભાષ માલાહર (ઉ.20 રહે.દરીયાપુર જી.જાગલપુર) ઉંડા પાણીમાં આગળ જતાં ડૂબવા લાગ્યા હતા. તેમને ડૂબતાં જોઇએ સાથે આવેલા લોકોએ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ નિષ્ફળ નીવડ્યા હતા અને બંને પાણી ડૂબી જતાં મોત નીપજ્યા હતા.
ઘટનાની જાણ થતાં ફેક્ટરીન માલિક દોડી આવ્યા હતા અને પોલીસ તથા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરની ટીમે બંને મૃતદેહોને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.