ચેકડેમમાં નહાવા ગયા હતા વઢવાણના બે યુવકો, ડૂબી જતાં મોતથી ગામમાં સન્નાટો પ્રસર્યો
Vadhvan News : વઢવાણ રોડ પર ચેકડેમમાં નહાવા કૂદેલા બે યુવકના ડૂબી જતા મોત નિપજ્યાની ચકચારી ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર જોરાવરનગર વિસ્તારમાં રહેતા બે યુવક ચેકડેમમાં નહાવા ગયા હતા. બનાવને લઇ બંનેના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
વઢવાણ રોડ પર શનિદેવના મંદિર પાસે આવેલા ચેકડેમમાં જોરાવરનગર વિસ્તારમાં રહેતા બે યુવક નહાવા ગયા હતા. તે દરમિયાન બંને યુવકો ડુબી જતાં મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ અને મનપાની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને બંને યુવકોને ભારે જહેમત બાદ ચેકડેમમાંથી બહાર કાઢ્યાં હતા.
પોલીસે બંને યુવકોની લાશને બહાર કાઢી પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડી હતી. બંને યુવકોના મોતથી પરિવારજનોમાં ભારે કરૂણાંતિકા છવાઇ છે.