Get The App

મંદિર પાસે બે બાઇક સામસામે અથડાતા બંને યુવકના મોત

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
મંદિર પાસે બે બાઇક સામસામે અથડાતા બંને યુવકના મોત 1 - image


- સાવલી-ડેસર રોડ ઉપર

- પોલીસે બંને યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી

સાવલી : સાવલી ડેસર રોડ ઉપર  ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે બે યુવકોની બાઇક  સામસામે અથડાતા બંને યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.

કંચન સોલંકી નોકરીથી પરત પોતાના ઘર અમરાપુરા કસરિયા પુરા ગામે પોતાની બાઈક લઈ  અમરા પુરા (કસરિયા પુરા) ગામ તરફ જઈ રહ્યો હતો.તે સમયે સામેથી ભરતસિંહ ચાવડા પોતાની બાઇક લઈ સાવલી તરફ જતો હતો. તે દરમિયાન ધોળેશ્વર મહાદેવ રોડ પરથી પસાર થતી વેળાએ રસ્તા પર આવેલા ખાડાને બચાવવા જતા બંને સામસામે આવી જતા ભટકાઈ જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંને યુવકો એકજ ગામ ના રેહવાસી હતા અને એક યુવક નોકરીથી ઘરે પરત જતો હતો.બીજો સાવલી તરફ જતા બનેની  બાઇક  સામસામે ભટકાતાં બને યુવાનોનું મોત નિપજ્યુ હતુ.આ બનાવ સ્થળે બંનેના સગા વાળા ઉમટી પડયા હતા. સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી બને મૃતકોનાં મૃત દેહ ને પી.એમ માટે સાવલી જનમોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાસે ખસેડવામાં આવ્યા હતા. કંચન  ભાઈ ખુમાંનસિંહ સોલંકી અપરણિત અને ચાવડા ભરતભાઈ  અર્જુનસિંહનું ગયા વર્ષે જ લગ્ન થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.સાવલી પોલીસે અકસ્માત મુદ્દે મોટર વિહિકલ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News