માળિયાના મોટા દહીંસરા ગામે ઓરડીમાં ગુંગળાઇ જતા બે યુવાનોના નિપજ્યા મોત
રાત્રે જમીને સૂતા બાદ સવારે ઉઠયા જ નહીં
મોરબીના બૌધ્ધનગરમાં અગ્નિસ્નાન કરી યુવાને જીવ દીધોઃ ગોપાલ સોસાયટીમાં બેભાન થઇ જતા યુવાનનું મોત
માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામે રેલ્વે ફાટક પાસે આવેલ
ઓરડીમાં રહેતા કુલદીપકુમાર ચુરામણ મહતો અને ગોપાલકુમાર ગિરધારી મહતો રહે બંને મૂળ
ઝારખંડ વાળા ગત તા. ૧૭ ના રોજ રાત્રીના પોતાની ઓરડીમાં સુતા હતા અને સવારે સાથી
કર્મચારી તેને ઓરડી પર જગાડવા જતા બંને બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા જેથી સારવાર
માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને બંને
યુવાનને મરણ ગયેલ જાહેર કર્યા હતા બંને મૃતદેહોનું ફોરેન્સિક પીએમ કરાવતા
ગૂંગળામણને કારણે થયાનું ખુલ્યું છે માળિયા પોલીસે બનાવ મામલે નોંધ કરી વધુ તપાસ
ચલાવી છે.
મોરબી બૌદ્ધનગર સોસાયટીમાં રહેતા જગજીવનભાઈ ઉર્ફે જગદીશ
મગનભાઈ ચૌહાણ (ઉ.વ.૪૫)એ લીલાપર રોડ પર આવેલ રામેશ્વર પોટરી નળિયાના કારખાનાની
ઓરડીમાં પોતાની જાતે શરીરે કેરોસીન છાંટી શરીરે આગ ચાંપી શરીરે સળગી જતા મોત થયું
હતું બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયો હતો એ ડીવીઝન પોલીસે
બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે. મોરબીના સામાકાંઠે ભારતનગર મફતિયાપરામાં રહેતા
સલીમ હુશેન પલેજા (ઉ.વ.૪૦) ગોપાલ સોસાયટી પાસે કોઈ કારણોસર બેભાન હાલતમાં મળી
આવ્યો હતો જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં
સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ
કરી વધુ તપાસ ચલાવી છે.