કલોલના ભીમાસણ પાસે કાર અને બાઈક અથડાતાં બે યુવકોનાં મોત
અકસ્માત સર્જનાર કારના ચાલક સામે ફરિયાદ
કલોલ : કલોલ ના ભીમાસણ પાસેથી બે યુવકો બાઈક ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ નીકળેલ કારના ચાલકે બાઈકને ટક્કર મારી હતી જેમાં બાઈક સવાર બંને યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતા બંનેના મોત નીપજ્યા હતા બનાવ અંગે પોલીસે કારના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.
કલોલ પાસે વાહન અકસ્માતમાં બે યુવકો ના અકાળે મોત થયા હતા
અમદાવાદમાં રહેતા વનરાજ નરસિંહભાઈ ચાવડા અને તેનો મિત્ર ક્રિષ્ના રાજુભાઈ ઠાકોર
અમદાવાદ થી લગ્ન પ્રસંગે બાઈક લઈને
કામે ગયા હતા અને તેઓ લગ્નમાંથી
રાત્રિના સમયે અમદાવાદ પરત ફરી રહ્યા હતા તેમનું બાઈક ભીમાસણ ગામ પાસેથી પસાર થઈ
રહ્યું હતું ત્યારે કાર નંબર જીજે ૩૮ બીએચ ૪૫૦ ના ચાલકે બાઈકને ટક્કર મારી હતી આ
અકસ્માતમાં વનરાજ ચાવડાને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું
હતું તેમજ ગંભીર રીતે ઇજાગ્રસ્ત તેના મિત્ર ક્રિષ્ના રાજુભાઈ ઠાકોરને સારવાર માટે
સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા તેનું સારવાર દરમિયાન હોસ્પિટલના બીછાને
મોત નિપજ્યું હતું અકસ્માત અંગે પોલીસે હરેશકુમાર ચાવડા ની ફરિયાદ લઈને કારનાચાલક
સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.