ભાભર: બે યુવાનોના કેનાલમાં ડૂબી જતાં મોત, ભાજપના વિજય સરઘસ દરમિયાન સર્જાઈ દુર્ઘટના
Death Due To Drowning In Bhabhar: બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણીમાં શનિવારે (23મી નવેમ્બર) ભાજપનું કમળ ખીલ્યું છે અને સ્વરૂપજી ઠાકોરની ભવ્ય જીત થઈ છે. આ જીતની ખુશીમાં ભાજપ દ્વારા ભાભરમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ ભાજપનું વિજય સરઘસ જોવા ઊભેલા રૂની ગામના બે યુવાનો અચાનક સુથાર નેસડી કેનાલમાં ખાબક્યા હતા અને તેમનું ડૂબી જતાં મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો: અંબાજી મંદિરને 1.21 કરોડના સોનાનું ગુપ્ત દાન, બે ભક્તોએ માતાને ચઢાવી સોનેરી ભેંટ
મળતી માહિતી અનુસાર, વાવ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની ભવ્ય જીત થઈ છે. તેમની જીતની ખુશીમાં ભાજપ દ્વારા ભાભરમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ વિજય સરઘસ જોવા માટે રૂની ગામના જોધા ઠાકોર અને કલા ઠાકોર સુથાર નેસડીની કેનાલ કિનારે ઊભા હતા. આ દરમિયાન અચાનક એક ભાઈ કેનાલમાં ખાબક્યો હતો. તેને બચાવવા માટે બીજા ભાઈ છલાંગ લગાવી હતી. પરંતુ કેનાલમાં ડૂબી જવાથી બંનેના મૃત્યુ નિપજ્યું હતું. અચાનક બે યુવકના મોતને કારણે ગામમાં માતમ છવાયો છે.