ધ્રાંગધ્રા શહેરમાં બે યુવક પર છરી વડે હુમલો : બે સામે ફરિયાદ
- પોલીસને અમારા વિરૂદ્ધ માહિતી કેમ આપો છો
- આરોપીઓ ધમકી આપી છરીના આડેધડ ઘા મારતા બંને યુવકને ઇજા
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા શહેરના પાંજરાપોળ વિસ્તારમાં એક શખ્સ પર પોલીસ વિરૂધ્ધ માહિતી આપતો હોવાનું મનદુઃખ રાખી ઢીકા-પાટુનો તેમજ છરી વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવતા ધ્રાંગધ્રા સીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રહેતા ફરિયાદી યાસીનભાઈ રહેમાનભાઈ મોવર અને તેમના ફૈબાનો દિકરો અમરૂદીન મહેબુબભાઈ કટીયા (રહે.બંને નાની બજાર, પાંજરાપોળ સામે) ખરીદી કરી રહ્યાં હતાં. ત્યારે હાજીભાઈ અને મોહસીનભાઈએ આવી પોલીસને તેમના વિરૂધ્ધ કેમ માહિતી આપો છો તેમ જણાવી બોલાચાલી કરી હતી. અને પેન્ટમાં છરી કાઢી ફરિયાદી તેમજ સાહેદ અમરૂદીન પર છરીના ઘા ઝિંકી ઈજાઓ પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ બે શખ્સો હાજીભાઈ સલીમભાઈ સંધી, મોહસીનભાઈ ઉર્ફે ઘનો સલીમભાઈ સંધી બન્ને રહે.ધ્રાંગધ્રાવાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધધરી છે.