Get The App

પારિવારિક અદાવત માટે રિવોલવર ખરીદનાર યુવક પાસે ઓનલાઇન પેમેન્ટ લઇ ડિલિવરી આપનાર બે યુવક પકડાયા

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
પારિવારિક અદાવત માટે રિવોલવર ખરીદનાર યુવક પાસે ઓનલાઇન પેમેન્ટ લઇ ડિલિવરી આપનાર બે યુવક પકડાયા 1 - image

વડોદરાઃ પારિવારિક અદાવતને કારણે રૃ.૩૫ હજારમાં રિવોલવર ખરીદનાર યુવકને રિવોલવરની ડિલિવરી આપનાર છોટાઉદેપુરના બે યુવકોને ફતેગંજ પોલીસે ઝડપી પાડયા છે.રિવોલવર ક્યાંથી મેળવી હતી તે દિશામાં પોલીસ રિમાન્ડ પર લઇ પૂછપરછ કરી રહી છે. 

દોઢ મહિના પહેલાં પોલીટેકનિક કોલેજ પાસે ફતેગંજ પોલીસે એસટી બસમાં મુસાફરી કરતા ક્રિપાલસિંહ ઉર્ફે વિશ્વજીતસિંહ પરમાર (યમુના નગર,નરોડા,અમદાવાદ)ને ઝડપી પાડી રિવોલવર કબજે કરતાં તેણે બસ ડ્રાઇવર દિલીપ રાઠવા પાસેથી ૩૫ હજારમાં રિવોલવર ખરીદી હોવાની કબૂલાત કરી હતી.

ફતેગંજના પીએઆઇ કેબી સોલંકીએ વધુ તપાસ કરતાં રિવોલવરની ડિલિવરી લેવા માટે આવેલા અને ઓનલાઇન પેમેન્ટ લેનાર બે શખ્સના નામો ખૂલ્યા હતા.જેથી છોટાઉદેપુર ખાતે ફતેગંજ  પોલીસની એક ટીમ વોચ રાખી રહી હતી.

પોલીસે પારસિંગ અભેસિંગ રાઠવા (ગોકુલ ધામ,અલીરાજપુરનાકા પાસે, છોટાઉદેપુર મૂળ મોટા રામપુરા,છોટાઉદેપુર) તેમજ સુરસિં રતનસિંગ રાઠવા(મોટા રામપુરા,છોટાઉદેપુર)ની ધરપકડ કરી રિમાન્ડ પર લીધા છે.આરોપીએ ઓનલાઇન પેમેન્ટ લીધું હોવાની પણ વિગતો ખૂલી છે.


Google NewsGoogle News