Get The App

રૃા.1.30 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને બે વર્ષની કેદ

ફાઇનાન્સ કંપની પાસેથી લીધેલી લોન ધિરાણના બાકી હપ્તા પેટે ચેક આપ્યા હતા

Updated: Dec 4th, 2023


Google NewsGoogle News


રૃા.1.30 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને બે વર્ષની કેદ 1 - image

સુરત

ફાઇનાન્સ કંપની પાસેથી લીધેલી લોન ધિરાણના બાકી હપ્તા પેટે ચેક આપ્યા હતા

       

ફાયનાન્સ કંપનીની લોનના બાકી હપ્તાના પેમેન્ટ પેટે આપેલા 1.30 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ અર્જુનસિંહ પ્રતાપસિંહ રણધીરે દોષી ઠેરવી બે વર્ષની કેદની સજા ફટકારી છે.

અડાજણ હજીરા રોડ સ્થિત રોયલ ટ્રેડ સેન્ટરમાં આવેલી ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફીનાન્સ કંપની લિ.ના ફરિયાદી ઓથોરાઈઝડ પર્સન પારીતોષ વસંતભાઈ પટેલે આરોપી લોન ધારક શૈલેશભાઈ જેઠીયાભાઈ વસાવા(રે.રેટા ફળીયા,વાડી ઝંખવાવ તા.ઉમરપાડા) વિરુધ્ધ 1.30 લાખના ચેક રીટર્ન અંગે ફરિયાદ કરી હતી.જે મુજબ ફરિયાદી ફાયનાન્સ કંપની પાસેથી આરોપીએ માસિક 6,900 લેખે 60 હપ્તામાં ચુકવવાની શરતે ધંધાકીય લોન લીધી હતી.જેના બાકી હપ્તાના પેમેન્ટ પેટે આરોપીએ ફરિયાદીને આપેલા 1.30 લાખના ચેક રીટર્ન થતાં કોર્ટ ફરિયાદ નોંધાવી હતી. સુનાવણી બાદ કોર્ટે આરોપીને બે વર્ષની કેદ, ફરિયાદીની ચેકની લેણી રકમ વળતર પેટે ન ચુકવે તો વધુ ત્રણ મહીનાની કેદની સજા તથા ગેરહાજર આરોપી વિરુધ્ધ બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યુ કરવા હુકમ કર્યો હતો.


suratcourt

Google NewsGoogle News