સાવરકુંડલામાં કૂવામાં પડી જવાથી બે વર્ષના બાળકનું કરૂણ મોત, પરિવારમાં શોક
Amreli News : અમરેલીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સાવરકુંડલાના લુવારા ગામે ખેતરના આવેલા કૂવામાં બે વર્ષનું બાળક પડી ગયું હતું. સમગ્ર ઘટનાને પગલે ખેડૂતે ફાયર વિભાગની ટીમે જાણ કરી હતી. જ્યારે ઘટનાની જાણ થતાની સાથે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. આ દુઃખદ ઘટનામાં બે વર્ષના બાળકનું કૂવામાં પડી જવાથી મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી અને બાળકના મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કૂવામાં પડી જવાથી બે બાળકનું મોત
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં લુવારા ગામે હૃદય કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. સાવરકુંડલાના લુવારા ગામે છગનભાઇ છીછરાના ખેતરના કૂવામાં બે વર્ષનું બાળક ડૂબ્યું હતું. જ્યારે બાળક કૂવામાં પડ્યું હોવાને લઈને પરિવારને ખબર થતાની સાથે ફાયર વિભાગને જાણ કરાઈ હતી.
ઘટનાની ગંભીરતાને જોતા ફાયર ટીમ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે તાત્કાલિક દોડી પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા કૂવામાંથી બાળકના મૃતદેહને શોધીને બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે બાળકના મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.