મોરબીના મોટા દહીંસરામાં ગૂંગળામણના લીધે બે શ્રમિકોના મોત, રાત્રે જમીને સુતા બાદ ઉઠ્યા જ નહીં
Two workers die in Morbi : મોરબીના માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં બે શ્રમિકોના ગૂંગળામણના લીધે મોત નિપજ્યા છે. આ બંને શ્રમિકો મૂળ ઝારખંડના રહેવાસી છે. રાત્રે જમીને સૂતા બાદ તે સવારે ઉઠ્યા જ નહતા. જેથી તેમને બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોની ટીમે તેમને મૃત જાહેર કર્યા હતા. શંકાસ્પદ મોતના પગલે આ બંને શ્રમિકોના ફોરેમ્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. જેમાં તેમનું ગૂંગળામણના લીધે મોત નિપજ્યું હોવાનો ખુલાસો થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર માળીયા મિયાણાના મોટા દહીંસરામાં બે શ્રમિકોના શંકાસ્પદ મોત નિપજ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. મોટા દહીંસરમાં ભાડાની ઓરડીમાં રહેલા કુલદીપ મહતો (ઉં.વ. 21) અને ગોપાલ મહતો (ઉં.વ. 20) બંને ગત 17 જાન્યુઆરીના રોજ જમ્યા સૂઇ ગયા હતા. સવારે કામ પર જવાનું હોવાથી તેમની સાથે કામતો યુવક ગણેશ તેમની ઓરડી પર પહોંચ્યો હતો.
ગણેશે આ બંને યુવકોને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બંને બેભાન હોવાનું માલૂમ પડતાં તે બંને યુવકોને હોસ્પિટલ લઇ ગયો હતો. જ્યાં હાજર તબીબોની ટીમે તેમને મૃત જાહેર કર્યા હતા. બંને યુવકોના મોત શંકાસ્પદ લાગતા હોવાથી તેમની ડેડીબોડીનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં સ્પષ્ટ થયું હતું કે આ બંને યુવકોના મોત ગૂંગળામણના લીધે થયા છે. આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.