દાહોદથી દારૃ લઇને આવેલી બે મહિલા ઝડપાઇ
વડોદરામાં કોને દારૃ આપવાનો હતો, તેની તપાસ શરૃ
વડોદરા,દાહોદથી વિદેશી દારૃ લઇને આવેલી બે મહિલાઓને પીસીબી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, દાહોદ લીમખેડા તરફથી બે મહિલાઓ વિદેશી દારૃનો જથ્થો લઇને વડોદરા આવી છે. હાલમાં આ મહિલાઓ માંજલપુર કોતર તલાવડી તુલજાનગર પાસે રોડ પર ઉભી છે. જેથી,પી.આઇ. સી.બી. ટંડેલની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા બે મહિલાઓ (૧) સનીબેન પ્રતાપભાઇ પલાસ (૨) શર્મિલાબેન નાનાભાઇ ડામોર ( બંને રહે.ખળદા ગામ, તા.લીમખેડા,જિ. દાહોદ) મળી આવી હતી. તેઓની પાસેના થેલામાં તપાસ કરતા પોલીસને વિદેશી દારૃની ૯૬ બોટલ કિંમત રૃપિયા ૧૨,૯૯૬ ની મળી આવી હતી. બંને મહિલાઓ વડોદરામાં કોને દારૃ આપવા આવી હતી ? અગાઉ કેટલી વખત દારૃ લઇને આવી છે ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.