Get The App

વડોદરાના બે વિદ્યાર્થીઓ દેશના ટોપ-૫૦માં ૩૦ વિદ્યાર્થીઓને સીએસની ડિગ્રી મળી

Updated: Feb 25th, 2025


Google NewsGoogle News
વડોદરાના બે વિદ્યાર્થીઓ દેશના ટોપ-૫૦માં ૩૦ વિદ્યાર્થીઓને સીએસની ડિગ્રી મળી 1 - image

વડોદરાઃ ઈન્સ્ટિટયુટ ઓફ  કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા ડિસેમ્બર મહિનામાં લેવાયેલી સીએસની એક્ઝિક્યુટિવ( ઈન્ટર) અને પ્રોફેશનલ( ફાઈનલ) પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે.

આજના પરિણામમાં વડોદરાના બે વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે ઝળકયા છે.જેમાં પ્રોફેશનલ પરીક્ષા( ન્યૂ કોર્સ)માં જીત રાકેશ શેઠે ભારતમાં ૧૫મો અને એક્ઝિક્યુટિવ( ન્યૂ કોર્સ)પરીક્ષામાં નયના અજીત બંસલે ભારતમાં ૧૪મો ક્રમ મેળવ્યો છે.

આ વર્ષે સમગ્ર દેશની સાથે વડોદરાનું પણ ઉંચુ પરિણામ આવ્યું છે.એક્ઝિક્યુટિવ પરીક્ષામાં જૂના સિલેબસમાં ગુ્રપ ૧માં ૨૬, ગુ્રપ ૨માં ૨૮ અને બંને ગુ્રપમાં ચાર વિદ્યાર્થીઓ પાસ થયા છે.નવા સિલેબસમાં ગુ્રપ ૧માં ૩૫, ગુ્રપ બે માં ૩૯ અને બંને ગુ્રપની એક સાથે પરીક્ષા આપનારા ૩ વિદ્યાર્થીઓ સફળ થયા છે.સીએસ પ્રોફેશનલ પરીક્ષામાં જૂના સિલેબસમાં ગુ્રપ ૧માં ૬, ગુ્રપ ૨માં ૧૦, ગુ્રપ ૩માં ૯ અને નવા સિલેબસમાં ગુ્રપ ૧માં ૧૫, ગુ્રપ ૨માં ૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ૮ વિદ્યાર્થીઓએ બંને ગુ્રપની પરીક્ષા એક સાથે પાસ કરી છે.

સીએસના વડોદરા ચેપ્ટરના હોદ્દેદારોના કહેવા પ્રમાણે આજના પરિણામ બાદ ૩૦ વિદ્યાર્થીઓએ સીએસની ડિગ્રી મેળવી છે.જૂન ૨૦૨૫માં યોજનારી સીએસની પરીક્ષા આપવા માગતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો આવતીકાલ, બુધવારથી પ્રારંભ થશે.

પરીક્ષાની તૈયારી માટે સ્વયં શિસ્ત બહુ મહત્વની 

સીએસની પરીક્ષા કોઈ પણ ભોગે પાસ કરવાનો ટાર્ગેટ હોવાથી પરીક્ષાની તૈયારી માટેના નવ મહિનામાં રોજ આઠ થી દસ કલાક વાંચતો હતો.પરીક્ષાની તૈયારી માટે સ્વયં શિસ્ત બહુ જરુરી છે.એકથી વધારે વખત સિલેબસનું રિવિઝન થાય તો સારુ રહે છે.અત્યારે હું એલએલબીનો પણ અભ્યાસ કરી રહ્યો છું.

જીત રાકેશ શેઠ, ૩૮૭ માર્કસ, પ્રોફેશનલ પરીક્ષામાં દેશમાં ૧૫મો ક્રમ

અભ્યાસ પ્રત્યે ગંભીરતા અને વાંચનમાં સાતત્ય જરુરી 

સફળતા માટે પરીક્ષાની તૈયારીમાં સાતત્ય અને તેના માટે ગંભીરતા હોવી જોઈએ.મને રેન્ક આવશે તેવો તો વિશ્વાસ નહોતો પરંતુ પહેલા ટ્રાયલમાં પરીક્ષા ક્લીયર કરીશ તેવો વિશ્વાસ જરુરથી હતો.સ્કૂલમાં પણ હું ટોપર રહી ચુકી છું.સીએસની સાથે સાથે હું બીકોમનો અભ્યાસ પણ કરી રહી છું અને તેના કારણે રોજ આઠ થી દસ કલાક મારા ભણવામાં જતા હતા.પિતા બિઝનેસમેન છે

નયના અજીત બંસલ, ૩૯૦ માર્કસ એક્ઝિક્યુટિવ પરીક્ષામાં દેશમાં ૧૪મો ક્રમ



Google NewsGoogle News