Get The App

સિક્યુરિટી ગાર્ડને મારતા બે અજાણ્યા શખ્સોએ છોડાવવા વચ્ચે પડેલા યુવાનને માર્યો : ખાડામાં પડતા મોત

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
સિક્યુરિટી ગાર્ડને મારતા બે અજાણ્યા શખ્સોએ છોડાવવા વચ્ચે પડેલા યુવાનને માર્યો : ખાડામાં પડતા મોત 1 - image

વડોદરા તા.25

વડોદરા શહેરના છેડે આવેલા સેવાસી ગામે હનુમાનજી મંદિર પાસે બે અજાણ્યા શખ્સો એક સિક્યુરિટી ગાર્ડને માર મારતા હોવાથી સેવાસી આશાપુરી ખાતે રહેતો અજય જેસંગ વસાવા ઉંમર વર્ષ 25 સિક્યુરિટી ગાર્ડને છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો.

આ સમયે બે અજાણ્યા શખ્સ પૈકી એક શખ્સે અજયને છાતીમાં જોરથી કડું મારતા અજય ખાડામાં પડી ગયો હતો અને સ્થળ પર જ તેનું મોત થયું હતું આ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ઈલેક્ટ્રીક અને એસી રીપેરીંગનું કામ કરતા અજયના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા તેને સંતાનમાં ત્રણ વર્ષનો પુત્ર અને આઠ મહિનાની નાની બાળકી છે.


Google NewsGoogle News