દેવગઢબારીયામાં પોણાત્રણ લાખની ચોરીના કેસના બે આરોપી વડોદરામાં પકડાયા
વડોદરાઃ દેવગઢ બારીયા ખાતે થયેલી ચોરીના બનાવના સિકલીગર ગેંગના બે આરોપી વડોદરામાંથી પકડાતાં તેને દેવગઢ બારીયા પોલીસને સોંપવાની તજવીજ કરાઇ છે.
દેવગઢ બારીયાના વાવડી શેરી તેમજ ખોખાબજારના એક મકાનમાં ગઇ તા.૧૦મી ઓક્ટોબરે ચોરીનો બનાવ બન્યો હતો.જેમાં ચોરો રોકડ અને દાગીના મળી કુલ રૃ.પોણા ત્રણ લાખની ચોરીની ફરિયાદ નોંધાઇ હતી.
ત્રણ ચોરો બાઇક પર આવ્યા હતા અને તે પૈકી એક પકડાઇ જતાં તેની પૂછપરછમાં વડોદરાના બે સાગરીતના નામો ખૂલ્યા હતા.જેથી ક્રાઇમ બ્રાન્ચે કુલદિપસિંગ ઉર્ફે સન્નીસિંગ ભગતસિંગ બાવરી (આંબેડકર ચોક,નિઝામપુરા) અને રાજાસિંગ સતનામ સિંગ સરદારજી(શંકર નગર વસાહત, સયાજીગંજ)ને ઝડપી પાડયા છે.