Get The App

વડોદરા મકરપુરામાં વહેલી સવારે ચોર ત્રાટકયા, મકાન માલિકે બુમાબૂમ કરતા બે ચોર હુમલો કરીને ફરાર

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
વડોદરા મકરપુરામાં વહેલી સવારે ચોર ત્રાટકયા, મકાન માલિકે બુમાબૂમ કરતા બે ચોર હુમલો કરીને ફરાર 1 - image


Vadodara Theft Gang : વડોદરાના મકરપુરા એસટી ડેપો પાછળ શિવમ ટેનામેન્ટમાં રહેતા એલઆઇસી એજન્ટ હરેશભાઈ સુરેશભાઈ વાઘએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત ચોથી તારીખે વહેલી સવારે હું મારા મોટા દીકરા અભિષેકને નોકરી જવાનું હોવાથી બાઇક લઈને ગંગાસાગર ચાર રસ્તા મુકવા આવ્યો હતો. વહેલી સવારે સાડા પાંચ વાગ્યે હું ઘરે પરત આવ્યો ત્યારે તો મારા મકાનના દરવાજાને બહાર એક વ્યક્તિ ઊભો હતો તથા ઉપર જવાની સીડી પાસે એક અન્ય વ્યક્તિ ઉભો હતો.

આ બંને લોકો મને ચોર લાગતા હું બૂમો પાડવા લાગ્યો હતો. જેથી આ બંને ગભરાઈને ભાગવાની કોશિશ કરવા લાગ્યા હતા. મેં એક વ્યક્તિને પકડી લીધો હતો જ્યારે બીજાએ બાઈક ચાલુ કરીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. અને મેં તેની બાઇકને ધક્કો મારતા તે પણ નીચે પડી ગયો હતો. ત્યારબાદ બંનેએ ડંડા વડે મને માર માર્યો હતો. મારા હાથ પર ડિસમિસ (સ્ક્રુ ડ્રાઇવર) મારી દેતા મને ઈજા પહોંચી હતી અને ત્યારબાદ બંને આરોપીઓ ભાગી ગયા હતા.


Google NewsGoogle News