Get The App

જામનગર નજીક નાઘેડીમાં તેમજ મેઘપરમાં થયેલી બે ચોરીનો ભેદ ઉકેલાયો: એલ.સી.બી. એ બે તસ્કરોને પકડ્યા

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News
જામનગર નજીક નાઘેડીમાં તેમજ મેઘપરમાં થયેલી બે ચોરીનો ભેદ ઉકેલાયો: એલ.સી.બી. એ બે તસ્કરોને પકડ્યા 1 - image


જામનગર જિલ્લાના મેઘપર અને જામનગર તાલુકાના નાઘેડી ગામ માંથી રોકડા અને  મોબાઈલ ફોન ચોરી ના અલગ અલગ બે ગુના બન્યા હતા. આ બંને ગુના નો ભેદ ઉકેલવામાં એલસીબી પોલીસને સફળતા સાંપડી છે .અને ચોરાઉ રોકડ અને ત્રણ મોબાઇલ સાથે   બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. 

ગત તા.૧૭/૯/૨૩ ના રોજ મોટી ખાવડી માં રહેતો અશોકકુમાર જયબહાદુર થાપા    મેધપર ગામ ની સામે ભરાતી ગુજરી બજારમાં માલ સામાનની ખરીદી કરવા ગયેલ ત્યારે કોઇ અજાણયા ચોર શખ્સ એ તેના પેન્ટ ના ખિસ્સા માંથી  રૂ. ૮૦૦૦ ની કીમત નો મોબાઇલ ફોન ચોરી કરી લીધો હતો. આ અંગે  પોલીસ મા ફરિયાદ નોંધાવાઈ હતી.

તેમજ  પંદર દિવસ પહલાં નાઘેડીમાં રહેતા   ભુપતભાઇ ગોકળભાઇ ધોડાસરાના રહેણાંક મકાનમાં ઉપરના માળે ચાર્જીંગમા રાખેલ વીવો કંપની નો તથા ટેકનો કંપની ના મોબાઇલ ફોન તથા રોકડ રૂપીયા ૧૦,૦૦૦ ની કોઇ ચોરી કરી લઇ ગયા હતા. 

એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.  વી.એમ.લગારીયા ના માર્ગદર્શન, મુજબ એલ.સી.બી. સ્ટાફ તપાસ મા હતો, દરમ્યાન એલ.સી.બી. સ્ટાફ ને મળેલ  બાતમી ના આધારે  આરીફભાઇ રફીકભાઇ મકરાણી  ( રહે, શંકરટેકરી, સુભાષપરા શેરી નંબર-ર જામનગર ) તથા દિનેશ  દામજીભાઇ રાંદલપરા ( રહે, શંકરટેકરી )  ને લાલપુર બાય પાસે થી , ચોરી કરેલ રોકડ રૂ. ૧૦,૦૦૦ તથા ત્રણ અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન કિ.રૂ. ૨૩,૦૦૦  મળી કુલ રૂ. ૩૨૦૦૦ -ના મુદામાલ સાથે પકડી પાડવામાં માં આવ્યા છે. 

આરોપીઓની પુછપરછ કરતા નાધેડી માં રહેણાંક મકાનમાં ચોરી કરવામા પોતાની સાથે અજયભાઇ ઉર્ફે કારો જેન્તીભાઈ રાઠોડ  ( રહે. શંકરટેકરી સુભાષપરા) પણ સાથે હોવાનું જણાવ્યું હતું. જેને ફરારી જાહે કરી તેને પકડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.


Google NewsGoogle News