Get The App

સારું વળતર મેળવવાની લાલચમાં સુરતના બે રહીશે રૂ.1.21 કરોડ ગુમાવ્યા

ટાસ્ક પૂર્ણ કરી વળતર મેળવવાની અને શેર માર્કેટમાં સારું વળતર મેળવવાની લાલચ આપી હતી

કતારગામમાં જવેલરી મેન્યુફેક્ચરીંગ યુનિટ ધરાવતા સિંગણપોરના યુવાન અને ભાગાતળાવ જનતા માર્કેટમાં જુના ફોન લે-વેચના ધંધાર્થી સાથે ઠગાઈ

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
સારું વળતર મેળવવાની લાલચમાં સુરતના બે રહીશે રૂ.1.21 કરોડ ગુમાવ્યા 1 - image


- ટાસ્ક પૂર્ણ કરી વળતર મેળવવાની અને શેર માર્કેટમાં સારું વળતર મેળવવાની લાલચ આપી હતી 

- કતારગામમાં જવેલરી મેન્યુફેક્ચરીંગ યુનિટ ધરાવતા સિંગણપોરના યુવાન અને ભાગાતળાવ જનતા માર્કેટમાં જુના ફોન લે-વેચના ધંધાર્થી સાથે ઠગાઈ


સુરત, : સુરતના કતારગામમાં જવેલરી મેન્યુફેક્ચરીંગ યુનિટ ધરાવતા સિંગણપોરના યુવાને હોટલ રીવ્યુ ટાસ્ક પૂર્ણ કરી વળતર મેળવવાની લાલચમાં જયારે ભાગાતળાવ જનતા માર્કેટમાં જુના મોબાઈલ ફોન લે-વેચનું કામ કરતા કોઝવે રોડના વેપારીએ શેર માર્કેટમાં સારું વળતર મેળવવાની લાલચમાં કુલ રૂ.1.21 કરોડ ગુમાવ્યાની બે ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાઈ છે.

સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા 39 વર્ષીય કનૈયાભાઈ ( નામ બદલ્યું છે ) કતારગામ ખાતે જવેલરી મેન્યુફેક્ચરીંગ યુનિટ ધરાવે છે.ગત 14 મે 2024 ના રોજ અજાણ્યા વ્હોટ્સએપ નંબર ઉપરથી પુષ્પા ડીઆલીયાએ વાત કરી તેમને એક લીંક મોકલી ક્રિપ્ટો અંગેની વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરાવી બાદમાં હોટલ રીવ્યુના ટાસ્કમાં ઘરે બેઠા કમાણી કરવાની લાલચ આપી હતી.તેના જણાવ્યા મુજબ વધુ વળતર મેળવવા માટે કનૈયાભાઈએ જુદાજુદા બેન્ક એકાઉન્ટમાં કુલ રૂ.60,88,450 ટ્રાન્સફર કરાવ્યા હતા.તેમાંથી કનૈયાભાઈને વળતર પેટે રૂ.11,350 ઉપાડવા દીધા હતા.જયારે બાકીના રૂ.60,77,100 વિડ્રો કરવા નહીં દેતા પોતાની સાથે ઠગાઈ થયાની કનૈયાભાઈને જાણ થઈ હતી.આ અંગે તેમણે ગતરોજ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ઠગ ટોળકી વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.

સારું વળતર મેળવવાની લાલચમાં સુરતના બે રહીશે રૂ.1.21 કરોડ ગુમાવ્યા 2 - image

બીજા એક બનાવમાં સુરતના કોઝવે રોડ ખાતે રહેતા 52 વર્ષીય યુનુસભાઈ ( નામ બદલ્યું છે ) ભાગાતળાવ જનતા માર્કેટમાં જુના મોબાઈલ ફોન લે-વેચનું કામ કરે છે.ગત 13 મે 2024 ના રોજ તેમને કોઈકે વ્હોટ્સએપના બીટુ ગોલ્ડ સ્ટોક ટ્રેડીંગ ગ્રુપમાં એડ કર્યા હતા.તેની એડમીન સુષ્મિતાએ તેમજ અન્ય એક મોબાઈલ નંબર પરથી વાત કરનાર જય ખતનાનીએ તેમને શેરમાર્કેટમાં અને આઈપીઓમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેમ કહી ધન ફાઈનાન્સ એપ ડાઉનલોડ કરાવી હતી.તેમાં તેમનું રજીસ્ટ્રેશન કરાવી વોલેટ બનાવ્યા બાદ તેમની પાસે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં કુલ રૂ.60,01,000 નું રોકાણ કરાવ્યું હતું.તેમાંથી પ્રોફીટના માત્ર રૂ.434 ઉપાડવા દઈ તેમણે બાકીના રૂ.60,00,566 વિડ્રો કરવા નહીં દેતા પોતાની સાથે ઠગાઈ થયાની યુનુસભાઇને જાણ થઈ હતી.આ અંગે તેમણે ગતરોજ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ઠગ ટોળકી વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.


Google NewsGoogle News