રાજુલાના કાતર રોડ પર બે બાઇક અથડાતા બે વિદ્યાર્થીઓના કરૃણ મોત
જૂની બારપટોળી ગામના પાટિયા પાસે અકસ્માત
રાજુલામાં ધો.૧૧માં અભ્યાસ કરતાં કાતર ગામના ત્રણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી ત્રિપલ સવારી બાઇકમાં પરત જતાં હતા ત્યારે અકસ્માતમાં ત્રીજા વિદ્યાર્થીને ગંભીર ઇજા
રાજુલાથી કાતર ગામ જતા રોડ પર જુની બાર પટોળી ગામના પાટિયા
નજીક આજે ત્રિપલ સવારી બાઇક અને અન્ય એક બાઇક ધડાકાભેર અથડાતા એક બાઇક બાવળની
ઝાડીમાં ઘુસી ગયું હતું તથા અન્ય બાઇક રોડ પર પડયું હતું.
અકસ્માતમાં કાતર ગામે રહેતા અને રાજુલા ખાતે ધો.૧૧માં
અભ્યાસ કરતાં વિદ્યાર્થી યોગેશભાઇ ભરતભાઇ બારૈયા તથા અનિલભાઇ જીણાભાઇ સાંખટને
ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ત્રીજા વિદ્યાર્થી તુષારભાઇ
ભરતભાઇ સોલંકીને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા.
કાતર ગામે રહેતા અને રાજુલા ખાતે ધો.૧૧માં અભ્યાસ કરતાં ત્રણેય
વિદ્યાર્થીઓ રાજુલા ખાતે પરીક્ષા આપી બાઇકમાં ત્રિપલ સવારીમાં કાતર ગામે પરત આવી
રહ્યા હતા ત્યારે સામેથી આવતું બાઇક અથડાયું હતું. અકસ્માત બાદ અન્ય બાઇક ચાલક
નાસી ગયો હતો. બનાવ અંગે રાજુલા પીએસઆઇ કે.ડી.
હડીયાએ તપાસ હાથ ધરી છે.