Get The App

ઓલપાડના આધેડની કિડનીના દાનથી બે વ્યક્તિને નવજીવન મળશે

Updated: Aug 22nd, 2023


Google NewsGoogle News


ઓલપાડના આધેડની કિડનીના દાનથી બે વ્યક્તિને નવજીવન મળશે 1 - image

- સિવિલ હોસ્પિટલના ડોકટરોના પ્રયાસોના કારણે છેલ્લા ૧૦ મહિનામાં ૪૧મું અંગદાન થયું

 સુરત :

સુરત  જિલ્લાના ઓલપાડના કિમ ખાતેના બ્રેઈનડેડ આધેડની કિડનીના દાનથી બે વ્યક્તિઓને નવજીવન આપીને સમાજમાં નવી દિશા બતાવીને માનવતા મહેકાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઓલપાડ તાલુકાના કીમ ખાતે સુકુન રો-હાઉસમાં રહેતા ૫૨ વર્ષીય શંકરભાઈ રૃપલાભાઈ માળીને ગત તા.૧૮મીએ રાત્રે જમીને અચાનક સાધારણ દઃખાવાની સાથે ખેચની અસર જણાતી હતી. જેથી તેમને પરિવારજનોએ ગત તા.૧૯મીએ સવારેે સાયણ હોસ્પિટલમાં લઈ ગયા હતા. બાદમાં તેમની હાલત ગંભીર હોવાથી બેભાન અવસ્થામાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા. ત્યાં તા.૨૧મીએ ડોકટરોની ટીમે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. બાદમાં તેમના પરિવારને સિવિલના ડો.નિલેશ કાછડીયા, નસગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવતા સમંતિ આપી હતી. જેથી આજે સવારે બન્ને કિડનીનું દાન સ્વીકારી અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જયારે શંકરભાઈ મૂળ મહારાષ્ટ્રના ધુલીયાના કલમસારેના વતની હતા. તેમની પત્ની પ્રેમિલાબેન, પુત્ર વિરેન્દ્ર તથા મુકેશભાઇ છે. સિવિલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ ડોકટરોના પ્રયાસોના કારણે છેલ્લા ૧૦ મહિના દરમિયાન ૪૧ સફળ અંગદાન થયા છે. જેમાં ૭૪ કિડની, ૩૨ લિવર, ૩ હદય, ૧ સ્વાદુપિંડ, ૪ આંતરડા, ૭ હાથ, ૧૪ આંખ અને આમ કુલ ૧૩૭ અંગોનું દાન થયું છે.


Google NewsGoogle News