હિંમતનગરના રાજપુર ગામે મોટી દુર્ઘટના, મકાનની દીવાલ ધરાશાયી થતા માતા-પુત્રના મોત

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
હિંમતનગરના રાજપુર ગામે મોટી દુર્ઘટના, મકાનની દીવાલ ધરાશાયી થતા માતા-પુત્રના મોત 1 - image


Building Wall Collapse in Himmatnagar: ગુજરાતમાં અનેક જિલ્લામાં અવિરત મેઘ મહેર થઈ રહી છે. આ દરમિયાન ભારે વરસાદના કારણે હિંમતનગરના રાજપુર ગામે મોટી દુર્ઘટના સર્જાય હતી. મોડી રાત્રે કાચા મકાનની દીવાલ ધરાશાયી થતા માતા-પુત્રનું મોત થયુ છે. આ ઘટનાની પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, હિંમતનગરના રાજપુર ગામે ભારે વરસાદને લઈને કાચા મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. જેમાં  ઘરની અંદર સૂઈ રહેલા 35 વર્ષીય શિલ્પાબેન પરમાર અને 9 વર્ષીય પુત્ર ક્રીશ પરમારનું મૃત્યુ નીપજ્યું છે. જોકે, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, હિંમતનગર તાલુકામાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.

આ પણ વાંચો: ગુજરાતમાં અત્ર તત્ર સર્વત્ર મેઘ મહેર, છેલ્લા 24 કલાકમાં 236 તાલુકા તરબોળ, જાણો ક્યા કેટલો વરસાદ નોંધાયો


ખંભાળિયામાં જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટનામાં ત્રણ મોત

ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા શહેરના હાર્દ સમા મેઈન બજાર વિસ્તારમાં આવેલા રાજડા રોડ (ગગવાણી ફળી) સ્થિત એક જૂના અને જર્જરિત મકાનનો કેટલોક ભાગ રવિવારે સાંજે જમીનદોસ્ત થઈ જતા એક પરિવારના 11 લોકો દટાયા હતા. જેમાંથી 3 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 7 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ લોકોને ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

હિંમતનગરના રાજપુર ગામે મોટી દુર્ઘટના, મકાનની દીવાલ ધરાશાયી થતા માતા-પુત્રના મોત 2 - image


Google NewsGoogle News