રાજકોટમાં બની મોટી દુર્ઘટના, બેકરીમાં બ્લાસ્ટ થતા લાગી વિકરાળ આગ, પોલીસ-ફાયરની ટીમ ઘટનાસ્થળે
Blast at Jalaram Bakery In Rajkot : રાજકોટમાં જલારામ બેકરીમાં ગેસની પાઈપલાઈન લીકેજ થવાના કારણે બ્લાસ્ટ થવાની ઘટના બની છે, ઘટનાને લઈને લોકોના ટોળા ઉમટી પડ્યાં છે. ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે, ત્યારે સમગ્ર ઘટનાને લઈને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે.
બે લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ શહેરના વિસ્તારમાં આવેલા જલારામ બેકરીમાં બ્લાસ્ટ થતા બે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.
ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે
સમગ્ર ઘટનામાં કોઈ મોટી જાનહાની ન સર્જાય તે માટે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાત પક્ષીઓ માટે પણ સ્વર્ગ, રાજ્યના આ સ્થળો પર વિવિધ પ્રજાતિના પક્ષીઓની સૌથી વધુ વસતી
બેકરીના માલિકે શું કહ્યું?
બેકરીના માલિકે કહ્યું કે, 'પાછળ GSPC ગેસની લાઈનું રિપેરિંગ શરુ છે, સવારથી તેનું કામ ચાલુ છે. એમની નબળી કામગીરીના લીધે આ ઘટના બની છે.'