Get The App

ચોરીના ટુ-વ્હીલર સાથે મુખ્ય આરોપી સહિત બે શખ્સો ઝડપાયા

Updated: Dec 15th, 2024


Google News
Google News
ચોરીના ટુ-વ્હીલર સાથે મુખ્ય આરોપી સહિત બે શખ્સો ઝડપાયા 1 - image


- દારૂ અને વાહન ચોરીમાં સંડોવાયાની કબૂલાત

- આરોપી વિરૂદ્ધ વાંકાનેર, વિરમગામ, પાટડી, શંખેશ્વર, રાજકોટ સહિત અનેક પોલીસ મથકમાં ગુના

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ઘરફોડ તેમજ વાહનચોરીના બનાવો વધી રહ્યાં છે. ત્યારે ધ્રાંગધ્રા સીટી પોલીસે ચોરીના ગુન્હાના બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. બન્નેની વધુ પુછપરછ કરતા ૬ થી ૭ પોલીસ મથકોમાં અલગ-અલગ ગુન્હાઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું અને બન્ને વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં વધુ રહેલા બાઈક તેમજ ઘરફોડ ચોરીના આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથધરી હતી. જેમાં તાજેતરમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ચોરીના મુદ્દામાલ સાથે એક આરોપીને ચોરીના વાહન સાથે ઝડપી લીધો હતો. જેની વધુ પુછપરછ કરતા ચોરીનું વાહન મુખ્ય આરોપી સવજીભાઈ કાંતિભાઈ દેવીપુજક રહે.વિરમગામવાળાએ ચોરી કરી આપ્યું હોવાની કબુલાત કરી હતી. આથી ધ્રાંગધ્રા સીટી પોલીસે વધુ તપાસ હાથધરી બે શખ્સો સાદુરભાઈ શેરાભાઈ વાઘેલા ઉ.વ.૪૨, રહે.વિરમગામ અને સવજીભાઈ કાંતિભાઈ દેવીપુજક રહે.વિરમગામવાળાને ચોરીના ટુ વ્હીલર સાથે ઝડપી લીધા હતા. જ્યારે ઝડપાયેલ આરોપી સવજીભાઈની પુછપરછ કરતા વાંકાનેર સીટી પોલીસ મથક, દસાડા, વિરમગામ રેલ્વે, પાટડી, શંખેશ્વર, વિરમગામ ટાઉન અને રાજકોટ રેલ્વે પોલીસ મથકના પ્રોહીબીશન તેમજ વાહનચોરીના ગુન્હાઓમાં સંડોવાયેલો હોવાની કબુલાત કરી હતી. આથી બન્ને વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Tags :
two-wheelerTwo-peoplearrested

Google News
Google News