જામનગરમાં બર્ધન ચોક વિસ્તારમાંથી એક વેપારી સહિત બે શખ્સો મોબાઈલ ફોન મારફતે ક્રિકેટનો સટ્ટો રમતા પકડાયા
Jamnagar Cricket Betting : જામનગરના બર્ધન ચોક વિસ્તારમાંથી ગઈકાલે સાંજે એક વેપારી સહિત બે શખ્સો પોતાના મોબાઈલ ફોનની આઈડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમતા પકડાયા છે. જે બંનેની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવે છે.
જામનગરના સિટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે બર્ધનચોક લીંડી બજાર વિસ્તારમાં એક વેપારી અને તેના એક સાથીદાર દ્વારા ગઈકાલે અમદાવાદમાં રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડની ટીમ વચ્ચેની ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોનની આઈડી મારફતે સોદા કરીને સટ્ટો રમી રહ્યા છે.
જે બાતમીના આધારે સીટી એ. ડિવિઝન પોલીસે દરોડો પડ્યો હતો, અને લીંડી બજારમાંથી અફઝલ ઉર્ફે વાલેવા કાસમભાઈ ગુજરાતી નામના વેપારી તેમજ ઈરફાન ઉર્ફે અજમેરીની અટકાયત કરી લઈ તેની પાસેથી બે નંગ મોબાઈલ ફોન અને રૂપિયા 1,180 ની રોકડ રકમ કબજે કરી છે.