Get The App

ભિલાડના અંકલાસ ગામનો કિસ્સો : કંપનીમાં માલવાહક લિફટ તુટી પડતા બાળકી સહિત બેના મોત : ત્રણને ઇજા

એવરેસ્ટ હોલોઝોન કંપનીમાં લીફટ તુટી પડતા નજીકમાં ઉભેલી બાળકી અને યુવતિ અન્ય મજૂરો દબાઇ ગયા હતા

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
ભિલાડના અંકલાસ ગામનો કિસ્સો : કંપનીમાં માલવાહક લિફટ તુટી પડતા બાળકી સહિત બેના મોત : ત્રણને ઇજા 1 - image

વાપી, મંગળવાર

ભિલાડ નજીકના અંકલાસ ગામે નવનિર્મિત એવરેસ્ટ હોલોઝોન કંપનીમાં રવિવારે માલવાહક લિફ્ટ  તુટી પડતા બાળકી, યુવતિ સહિત પાંચ દબાઇ ગયા હતા. જો કે આ ઘટનામાં બાળકી અને યુવતિનું મોત થયું હતું. આ ઘટનામાં કંપની ગંભીર બેદરકારી છતી થઇ છે.

પ્રાપ્ત માહિતિ અનુસાર દા.ન.હવેલીના નરોલીને અડીને આવેલા ભિલાડના અંકલાસ ગામે નવનિર્મિત એવરેસ્ટ હોલોઝોન નામક કંપની આવેલી છે. આ કંપનીમાં બાંધકામની ચાલી રહેલી કામગીરી દરમિયાન ગત રવિવારે માલવાહક લિફ્ટ મારફતે માલસામાન લઇ જવાતો હતો. તે દરમિયાન અચાનક લિફ્ટ તુટી પડતા નજીકમાં ઉભેલી રોનિકા (ઉ.વ.૩) અને અમીષા (ઉ.વ.૧૯) (બન્ને રહે. ખુટલી,ખાનવેલ) તથા અન્ય ત્રણ વ્યક્તિ લિફ્ટ નીચે દબાઇ ગયા હતા. ઘટનાને પગલે મજૂરો અને કર્મચારી દોડી ગયા હતા. આ ઘટનામાં રોનિકાનું ઘટના સ્થળે મોત થયું હતું. જયારે અમિષા સહિત ચાર ઇજાગ્રસ્તોને સેલવાસ વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ આજે મંગળવારે અમિષાનું મોત થયું હતું. 

ઘટનાને પગલે નરોલી પોલીસ મથકના પી.એસ.આઇ. અને ટીમ પહોંચી ગઇ હતી. કંપની ભિલાડ પોલીસની હદમાં બની હોવાથી ભિલાડ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ કંપની પર પહોંચી તપાસ કરી હતી. કંપનીમાં બનેલી ગંભીર ઘટનામાં બે વ્યક્તિઓના જીવ જતા રહેતા ગંભીર બેદરકારી પણ છતી થઇ છે. આ મામલે પોલીસ તટસ્થ તપાસ આદરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરે તો જરૂરી છે. બનાવ અંગે ભિલાડ પોલીસે ગુનો દાખલ કરવા તજવીજ આદરી છે.


Google NewsGoogle News