પ્રાંતિજ અને દાંતા તાલુકામાં અકસ્માતની ત્રણ ઘટનામાં એક બાળક સહિત બેના મોત
Three Accidents In Prantij And Danta Talukas : સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની ત્રણ ઘટનામાં બે લોકોના મોત થયા છે. આમાંથી એક ઘટના સાબરકાંઠાના પ્રાંતિજમાં અને બીજી બે ઘટના બનાસકાંઠાના દાંતા તાલુકામાં ઘટી છે. જેમાં પ્રાંતિજ વાહનની ટક્કરથી પદયાત્રીનું મોત નીપજ્યું છે. જ્યારે દાંતા તાલુકામાં રીક્ષાના અકસ્માતની બે અલગ અલગ ઘટના ઘટી છે. આ ઉપરાંત, હરીવાવમાં બીજી અન્ય રીક્ષાનો અકસ્માત સર્જાય હતો.
આ પણ વાંચો : ભારતની આઝાદી અને સ્વતંત્ર્ય સેનાનીઓનો જે સ્થળ સાથે છે અદભૂત સંબંધ, તે સ્થળનું નામ બદલાયું
પ્રાંતિજ વાહનની ટક્કરથી પદયાત્રીનું મોત
પ્રાંતિજના રસુલપુર ચોકડી પાસે અજાણ્યા વાહનની ટક્કરથી પદયાત્રીનું મોત થયું છે. રાત્રી દરમ્યાન અંબાજીથી દર્શન કરી પરત ફરી રહેલ ખેડાના સંધના યદયાત્રીને અજાણ્યા વાહને અડફેટે લઇ કચડી નાખ્યો હતો. અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જી મોત નિપજાવી ધટનાસ્થળેથી ભાગી ગયો હતો. મૃતક પદયાત્રી રાયસનભાઇ પુજાભાઇ ગોહિલ ખેડા જીલ્લાના મલીવદર ગામનો હતો. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
દાંતા તાલુકામાં રીક્ષાના અકસ્માતની બે અલગ અલગ ઘટના
દાંતા તાલુકામાં રીક્ષાના અકસ્માતની બે અલગ અલગ ઘટનાઓમાં એકનું મોત થયું છે. કણબિયાવાસ ઘાટીમાં રીક્ષા પલટતા નાના બાળકનું મોત થયું હતું. ભદ્રમાળથી લોકો હોસ્પિટલ રતનપુર જતા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા. રિક્ષામાં 14 લોકો સવાર હતા. ઘાયલ 7 લોકોને પાલનપુર રીફર કરાયા હતા.
આ પણ વાંચો : કિશ્તવાડમાં આતંકી હુમલો, ભયંકર અથડામણમાં સેનાના બે જવાન શહીદ, બે ઘાયલ, કઠુઆમાં બે આતંકી ઠાર
હરીવાવમાં બીજી અન્ય રીક્ષાનો અકસ્માત
જ્યારે બીજા અકસ્માતની ઘટના હરિવાવ ઘાટીમાં બની હતી. હરીવાવમાં બીજી અન્ય રીક્ષાનો અકસ્માત થયો હતો. ધોળકા ધંધુકાના મુસાફરો અંબાજીથી દર્શન કરી રીક્ષામાં પોતાના વતન જતા અકસ્માત થયો હતો. ફુલ સ્પીડથી સ્વીફ્ટ ગાડીવાળાએ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં રીક્ષાચાલકને પગે ઈજા થઇ હતી. રીક્ષામાં બે બાળક અને રીક્ષા ચાલાકના પત્ની દર્શન કરી પરત જતા હતા ત્યારે અકસ્માત થયો હતો.