Get The App

'હું ઉપલેટાનો બાપ છું, કોને મારી સાથે ઝઘડવું છે?', અબુ અને શાહરૂખની દાદાગીરી સામે હિન્દુ સમાજે આક્રોશ ઠાલવ્યો, આરોપીનું સરઘસ કાઢ્યું

Updated: Feb 28th, 2025

GS TEAM


Google News
Google News
'હું ઉપલેટાનો બાપ છું, કોને મારી સાથે ઝઘડવું છે?', અબુ અને શાહરૂખની દાદાગીરી સામે હિન્દુ સમાજે આક્રોશ ઠાલવ્યો, આરોપીનું સરઘસ કાઢ્યું 1 - image


Rajkot News : રાજકોટના ઉપલેટામાં આવેલા બાપુના બાવલા ચોક ખાતે થોડા દિવસ પહેલા અસામાજિક તત્ત્વોએ જાહેરમાં છરી લઈને લોકોમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો અને જાહેરમાં અપશબ્દો બોલીને ધમાલ મચાવી હતી. સમગ્ર ઘટનામાં સીસીટીવી કેદ થઈ હતી. આ મામલે પોલીસે જાહેરમાં ખૌફ બતાવનારા શખ્સોની ધરપકડ કરી લીધી છે. જ્યારે જાહેરમાં દાદાગીરી કરનારા સામે હિન્દુ સમાજે આક્રોશ ઠાલવ્યો હતો. અને આરોપીનું ઘટના સ્થળે જાહેરમાં સરઘસ કાઢવાની માગ કરી હતી. આ મામલે પોલીસ આરોપીનું સરઘસ કાઢ્યું હતું. 

શું હતો સમગ્ર મામલો?

રાજકોટના ઉપલેટામાં આવેલી બાપુના બાવલા ચોક ખાતે પરમ દિવસે મોડી રાત્રે શાહરૂખ નોઈડા સંઘી નામના શખ્સે રિક્ષા ચાલક સાથે નજીવી બાબતે બોલાચાલી કરી હતી. જેમાં શાહરૂખે જાહેરમાં મન ફાવે તેમ અપશબ્દો બોલ્યા હતા. જ્યારે અબુ ઉર્ફે ડાડુ મિયાણો નામના અન્ય એક શખ્સે જાહેરમાં છરી સાથે ધમાલ મચાવી હતી. આ દરમિયાન અબુએ કહ્યું કે, 'હું ઉપલેટાનો બાપ છું, કોને મારી સાથે ઝઘડવું છે? મારી સાથે ઝઘડવું હોય એ આવી જાવ મેદાનમાં.'

'હું ઉપલેટાનો બાપ છું, કોને મારી સાથે ઝઘડવું છે?', અબુ અને શાહરૂખની દાદાગીરી સામે હિન્દુ સમાજે આક્રોશ ઠાલવ્યો, આરોપીનું સરઘસ કાઢ્યું 2 - image

આ પણ વાંચો: દેવાયત ખવડની કાર હુમલા મામલે મોટા સમાચાર: બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી

સમગ્ર ઘટનામાં સીસીટીવી કેદ થઈ હતી. જ્યારે આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ પછી ઉપલેટા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. જ્યારે જાહેરમાં હથિયાર સાથે રોફ બતાવનારા શખ્સો સામે બાપુના બાવલા ચોકના વેપારીઓ અને હિન્દુ સમાજ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવાની માગ કરી હતી. 

Tags :