Get The App

સુરેન્દ્રનગરના મુળીમાં વીજ કરંટના લીધે બે લોકોના મોત, પરિવારે વીજ કંપનીને ગણાવી જવાબદાર

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગરના મુળીમાં વીજ કરંટના લીધે બે લોકોના મોત, પરિવારે વીજ કંપનીને ગણાવી જવાબદાર 1 - image


Surendranagar News: સુરેન્દ્રનગરના મુળીથી સવાર સવારમાં દર્દનાક સમાચાર સામે આવ્યા છે. ખેતરમાં દવા છાંટતી વખતે બે લોકોને કરંટ લાગતાં તેમના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટનાના પગલે સુરેન્દ્રનગર પંથકમાં માતમ છવાઇ ગયો છે. ઘટનાની જાણ થતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગરના મુળી ગામે વિપુલભાઇ અને ગટુભાઇ કોળી ખેતરમાં દવાનો છંટકાવ કરી રહ્યા હતા. આ દરમિયાન જમીનમાંથી પસાર થઇ રહેલા વાયરમાંથી કરંટ લાગતાં બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. આ દર્દનાક ઘટનાથી પરિવારના માથે આફતનું આભ તૂટી પડ્યું છે. કરંટ બનાવની જાણ થતાં સમગ્ર સુરેન્દ્રનગર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે અને શોકનો માહોલ છે. 

આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. તો બીજી તરફ પરિવારે આક્ષેપ કર્યો છે કે વીજ કંપનીની બેદરકારીના લીધે તેમને પોતાના પરિવારજનોને ગુમાવવાનો વારો આવ્યો છે, તેમણે વીજ કંપનીના કર્મીઓ સામે ગુનો નોંધાય તેવી માંગ કરી છે.


Google NewsGoogle News