Get The App

જામનગર નજીક દરેડ તેમજ મોટી ખાવડીમાં બે વ્યક્તિના હૃદય બંધ પડી જવાના કારણે અપમૃત્યુ

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક દરેડ તેમજ મોટી ખાવડીમાં બે વ્યક્તિના હૃદય બંધ પડી જવાના કારણે અપમૃત્યુ 1 - image


Jamnagar Heart Attack : જામનગર જિલ્લામાં નાની ઉંમરે હાર્ટ એટેક આવી જવાના બનાવમાં વધારો થયો છે, અને ગઈકાલે વધુ બે વ્યક્તિના હૃદય થંભી જવાના કારણે મૃત્યુ નીપજ્યાનું જાહેર થયું છે.

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં ખાનગી કંપનીની ટાઉનશિપમાં રહેતો અને મૂળ પંજાબના અમૃતસરનો વતની અરવિંદસિંહ ગુરુદેવસિંહ નામનો 28 વર્ષનો યુવાન કે જે ગઈકાલે પોતાના ભાડાના મકાનમાંથી બે શુદ્ધ અવસ્થામાં મળી આવ્યો હતો. 

જેથી તેમના રૂમ પાર્ટનરે 108 ની ટીમને જાણ કરતાં 108 ની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને તેને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. જેમાં હાર્ટ ફેઈલ થઈ જવાથી મૃત્યુ થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવે છે 

જામનગર નજીક દરેડમાં રહેતા અને મૂળ બિહાર રાજ્યના વતની પપ્પુભાઈ (ઉંમર વર્ષ 35) એકાએક બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યા હતા, આ બનાવ અંગે સૂર્યકાંત પ્રસાદ ઉર્ફે સૂરજ પ્રસાદે પોલીસને જાણ કરતાં પંચકોષી ડિવિઝન પોલીસે પપ્પુભાઈના કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.અને સમગ્ર બનાવમાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News