Get The App

આણંદમાં ગમખ્વાર અકસ્માત, બેના મોત: હાઇવે પર શ્વાન આવી જતાં ડિવાઈડર સાથે ધડાકાભેર કારની ટક્કર

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
આણંદમાં ગમખ્વાર અકસ્માત, બેના મોત: હાઇવે પર શ્વાન આવી જતાં ડિવાઈડર સાથે ધડાકાભેર કારની ટક્કર 1 - image


Road Accident Anand: આણંદનાં તારાપુર-વટામણ હાઇવે પર અચાનક શ્વાન આડું ઉતરતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર રેલિંગ સાથે અથડાઈ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. વડોદરાથી સારંગપુર જઈ રહેલા પાંચ મિત્રોને ગંભીર અકસ્માત નડતા બે મિત્રોનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ત્રણ ઈજાગસ્તો કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા.

મળતી માહિતી અનુસાર, વડોદરાના આકાશ રાણા સોમવારે (નવમી ડિસેમ્બર) રાત્રે કાર લઈને તેમના મિત્ર અનિલ પંડયા, અક્ષય રાજપુત, પ્રણવ પંડ્યા અને જીગ્નેશ વસાવા સારંગપુર જવા માટે નીકળ્યા હતા. રાત્રે દસેક વાગ્યાના અરસામાં કાર તારાપુર-વટામણ હાઈવે પરથી પસાર થઈ રહી હતી. ત્યારે વરસડા સીમ નજીક અચાનક શ્વાન આડું આવતા આકાશ રાણાએ કાર રોડની ડાબી બાજુ લઈ જતા સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા લોખંડની રેલિંગ સાથે અથડાઈ પલટી ગઈ હતી.

આ પણ વાંચો: મુંબઈ બસ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને સાત થયો, પહેલીવાર બસ ચલાવી રહ્યો હતો ડ્રાઈવર


અકસ્માતની જાણ થતાં 108 ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે પ્રણવ પંડયા અને જીગ્નેશ વસાવાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અનિલ પંડયા તથા અક્ષય રાજપુતને ગંભીર ઈજા પહોંચતા કરમસદ મેડિકલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આકાશને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ અંગે આકાશ રાણાની ફરિયાદના આધારે તારાપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.

આણંદમાં ગમખ્વાર અકસ્માત, બેના મોત: હાઇવે પર શ્વાન આવી જતાં ડિવાઈડર સાથે ધડાકાભેર કારની ટક્કર 2 - image



Google NewsGoogle News