અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા કોલ સેન્ટર કેસમાં વધુ બે આરોપીની પકડાયા

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા કોલ સેન્ટર કેસમાં વધુ બે આરોપીની પકડાયા 1 - image



- મોટા વરાછાની સોસાયટીમાંથી કોલ સેન્ટર પકડાયું હતુઃ છ મહિનામાં અમેરિકન નાગરિકો પાસે લોનના બહાને 40 લાખથી વધુ પડાવ્યા હતા


સુરત

મોટા વરાછાના લજામણી ચોક વિસ્તારમાંથી ઝડપાયેલા અમેરિક લોન એજન્ટ તરીકે અમેરિકન નાગરિકોનો ઓટો કોલ ડાયલરતી સંર્પક કરી અમેરિકન અંગ્રેજીમાં વાત કરી લોન અપાવવાના બહાને ઠગાઇ કરતા કોલ સેન્ટર પ્રકરણમાં પોલીસે માસ્ટર માઇન્ડના બનેવી સહિત વધુ બે ને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે.
ઉત્રાણ પોલીસે મહિના અગાઉ મોટા વરાછાના લજામણી ચોક સ્થિત ગોપીનાથ સોસાયટી-2 માં જયદીપ ઉર્ફે કેવીન ખોડાભાઇ ગોટી (ઉ.વ. 29) ના કબ્જાના મકાનમાં દરોડા પાડી જયદીપ ઉપરાંત અંકિત ઉર્ફે ગ્રીન ભુવા, આશિષ ઉર્ફે રોન ઇરાસ્ટર, રાહુલ ઉર્ફે ડેવિડ ઉર્ફે જોન નાયક અને ચિરાગ સોજીત્રાને ઝડપી પાડયા હતા. જયદીપ સંચાલિત કોલ સેન્ટરમાં અમેરિકન લોન એજન્ટના નામે અમેરિકન નાગરિકોનો ઓટો કોલર ડાયલરથી સંર્પક કરી અમેરિકન ભાષામાં તૈયાર કરવામાં આવેલી સ્ક્રીપ્ટ મુજબ વાતચીત કરી લોન મંજૂર કરાવી આપવાની લાલચ આપતા હતા. લોન મંજૂર કરાવવામાં કોઇ મુંઝવણ કે સમસ્યા હોય તો તેના નિરાકરણ પેટે ફી આપવી પડશે એમ કહી ગીફ્ટ કાર્ડ ખરીદ કરાવડાવી 50 થી 500 ડોલર ફી પેટે વસુલતા હતા.

અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા કોલ સેન્ટર કેસમાં વધુ બે આરોપીની પકડાયા 2 - image

ત્યાર બાદ ગીફ્ટ કાર્ડનો સિરીયલ નંબર અને પીન નંબર મેળવી કમિશન વેન્ડરો થકી ભારતીય ચલણમાં નાંણા આંગડિયા મારફતે મેળવતા હતા. આ રીતે છેલ્લા છ મહિનાથી ધમધમતા કોલ સેન્ટર થકી અમેરિકન નાગરિકો સાથે અંદાજે રૂ. 40 લાખની છેતરપિંડી કર્યાની અને રોકડા રૂ. 39 હજાર, 5 નંગ મોબાઇલ, 4 નંગ કોમ્પ્યુટર સેટ વિગેરે મળી કુર રૂ. 2.26 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ પ્રકરણમાં જે તે વખતે પોલીસે જયદીપ સહિત પાંચની ધરપકડ કરી હતી જયારે આજ રોજ જયદીપના બનેવી મીતુલ જગદીશ માંગુકીયા (ઉ.વ. 37 રહે. નીલકંઠ હાઇટ્સ, અબ્રામા) અને સ્ક્રીપ્ટ લખનાર મિલન રણછોડ ટોપીયા (ઉ.વ. 28 રહે. પુષ્કર હાઇટ્સ, પુણા) ની ધરપકડ કરી છે.


Google NewsGoogle News