વાહનને સાઇડ ન આપવાના મુદ્દે બે સગીર પિતરાઇ ભાઇ પર હુમલો
ભક્તિનગર સોસાયટી નજીક મિલન બગીચા પાસે ઘટના
સ્કૂટર ચાલક સગીર સહિત ૧૧ સામે ગુનો ઃ સામા પક્ષે સગીરના પિતા દ્વારા બંને પિતરાઇ ભાઈઓ સામે ફરિયાદ
ભક્તિનગર પોલીસે આ મામલે મિલપરા વિસ્તારમાં રહેતા ૧૫ વર્ષના
તરૃણના પિતાની ફરિયાદ પરથી સગીર,
તેના મોટાભાઈ, કાકા અને
અજાણ્યા આઠ શખ્સો વિરૃધ્ધ ગુનો દાખલ કર્યો હતો.
પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ ૧૫ વર્ષનો તરૃણ તેના મિત્ર
સાથે સ્કૂટર લઇને કાંતા સ્ત્રી વિકાસ ગૃહ પાસે રાણીંગાવાડીવાળી શેરીમાંથી પસાર થઇ
રહ્યો હતો ત્યારે સાઇડ ન આપવાના મુદ્દે સ્કૂટર પર ધસી આવેલા અન્ય તરૃણ સાથે
બોલાચાલી થઇ હતી. તેણે નંબર લઇ બાદમાં ૧૫ વર્ષના તરૃણને મિલન બગીચા પાસે બોલાવતા
તે તેના ૧૬ વર્ષના પિતરાઇ ભાઈ અને મિત્રો સાથે ત્યાં જતા તરૃણ સહિતના આરોપીઓએ ગાળો
દઇ ઢીકાપાટુનો માર મારી ધમકી આપતા બંને પિતરાઇ ભાઈઓને ઇજા થતા સિવિલમાં ખસેડાયા
હતાં.
સામા પક્ષે કોઠારીયા કોલોની નજીકના વિસ્તારમાં રહેતા આરોપી સગીરના પિતા બંને સગીર પિતરાઇ ભાઈઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં બંને આરોપીએ સગીરને ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી ધમકી અને તેના મોટાભાઈએ પણ મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવ્યું છે.