ભીખ માંગવાના બહાને આવેલા બે શખ્સે ઘોઘાની મહિલા સાથે છેતરપિંડી આચરી
જમીન ખોદતા સોનાની મગમાળા મળી હોવાનું કહીં બાટલીમાં ઉતાર્યા
મહિલાને મગમાળાનો સાચો પારો આપી વિશ્વાસમાં લઈ પિત્તળની ધાતુની આઠ મગમાળા આપી રૂ.૧.૨૦ લાખની છેતરપિંડી કરી બન્ને શખ્સ ફરાર
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ઘોઘાના સાણોદરના પાટિયા પાસે રહેતા ભવુંબેન છીણાભાઈ પરમાર આજથી પાંચેક મહિના પહેલા પોતાના ઘરે હાજર હતા ત્યારે મોહનભાઈ તથા ગોપાલભાઈ નામની વ્યક્તિ ભીખ માંગવા ના બહાને તેના ઘરે આવી અને પોતે ગરીબ છે તથા મા બાપ વગરના છે. તેમ કહી પોતાની પાસે સોનાની મગમાળા છે. તેમ જણાવી મગમાળા તેઓને જમીન ખોદતા મળી હોવાનું જણાવી અને મગમાળા વેચવાની છે. તેમ કહી ભવુંબેનને મગમાળામાંથી એક સોનાનો સાચો પારો રૂપિયા ૨૦,૦૦૦ માં આપી ભવુંબેનને બંને શખ્સે વિશ્વાસના લીધા હતા.દરમિયાનમાં ભીખ માંગવાના બહાને આવેલા બંને શખ્સ પાસે રહેલ બાકીની મગમાળા ભવુંબેને ૩ લાખ રૂપિયામાં દેવાનુ નક્કી કર્યું હતું. દરમિયાનમાં ભવુબેને મગમાળા સોનાની સાચી છે. તેમ વિશ્વાસમાં આવી ગયો હતો.અને ભવુબેને બંને શખ્સ પાસેથી પીળી ધાતુની મગમાળા નંગ ૮ લઈ રૂપિયા ૧ લાખમાં વેચાતી રાખી બીજા રૂપિયા મગમાળા વેચાય ત્યારે આપવાનું નક્કી કર્યું હતું.દરમિયાનમાં ભવુબેન ને શંકા પાડતા પીળી ધાતુની મગમાળા પોતાના જાણીતા સોનીની દુકાને બતાવવા માટે ગયા હતા. જ્યાં આ તમામ મગમાળા સોનાની નહિ અને ખોટી છે. તેમ જાણીતા સોની દ્વારા જણાવતા ભવુંબેન સાથે બંને શખ્સે ૧,૨૦, ૦૦૦ની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ ભવુબેને ઘોઘા પોલીસ મથકમાં બે શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.