પારૂલ યુનિ.ના વિદ્યાર્થીના પિતાનું એટીએમ કાર્ડ ચોર્યા બાદ બે શખ્સે ખાતામાંથી રૂ.1.70 લાખ ઉપાડ્યાં
Image Source: Freepik
પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા પુત્રને પુણેથી મળવા માટે આવેલા પિતા પાસેથી રેલવે સ્ટેશન પર બે શખ્સોએ મોબાઇલ અને એટીએમટી કાર્ડ ચોરી કરી લીધા હતા. ત્યારબાદ એટીએમનો પાસવર્ડ બદલી નાખી ખાતામાંથી રૂ. 1.70 લાખ ઉપાડી લીધા હતા. જેથી યુવકે બંને શખ્સો વિરુદ્ધ રેલવે પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોંધાવી છે.
પુણે મહારાષ્ટ્ર ખાતે રહેતા દિપીલભાઇ બાપુરાવ શિંદનો પુત્ર સૌરભ વાઘોડિયા ખાતે આવેલી પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો છે. તેઓ પોતાના દાકરીના મળવા માટે પુણેથી સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને વડોદરા રેલવે સ્ટેશન આવ્યા હતા અને પુત્રની રાહ જોઇને બેઠા હતા. તે દરમિયાન બે શખ્સો આવ્યા હતા અને તેમની સાથે મિત્રતા કેળવીને મુસાફરખાના પાસે બેંચ પર બેસવા માટે લઇ ગયા હતા. દરમિયાન એક શખ્સે મોબાઇલ વાત કરવાના બહાન લીધો હતો. જ્યારે બીજા તેમના પર્સમાંથી પિતાના એટીએમ કાર્ડ પણ લઇ લીધા હતા. ત્યારબાદ બંને ચોરોએ પાસવર્ડ બદલ નાખ્યા બાદ તેમના ખાતામાંથી રૂ. 1.70 લાખ ઉપાડી લીધા હતા. ઉપરાંત તેમનો મોબાઇલ રૂ. 14 હજાર લઇને લઇને નોદો ગ્યારાહ થઇ ગયા હતા. જેથી પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા યુવકે વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.