પોરબંદરમાં તરૃણી સાથે દુષ્કર્મ ગુજારનાર બે શખ્સોને કેદની સજા
સ્પેશ્યલ પોક્સો કોર્ટનો ચૂકાદો
મુખ્ય આરોપીને ૧૦ વર્ષની તથા ભગાડવામાં મદદ કરનાર શખ્સને ત્રણ વર્ષની સખત કેદ
આ ગુન્હાની ટૂંકી હકીકત એવી છે કે, આ કામના આરોપી
સમીરભાઇ ભરતભાઇ મારૃએ તરૃણીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી અને અનીલ
ધીરૃભાઇ અગેસણીયાની મોટરસાયકલમાં બન્ને આરોપીઓએ પોરબંદર આવી તરૃણીને ભગાડી જિ
જામનગર લઇ ગયા હતા. આરોપી સમીર ભરતભાઇ મારૃએ તરૃણી પર દુષ્કર્મ ગુજારતા આરોપીઓ
વિરૃધ્ધની ફરિયાદ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.
આ કામે પ્રોસીક્યુશન તરફે પબ્લિક પ્રોસીક્યુટર સુધિરસિંહ
જેઠવા દ્વારા ૪૮ જેટલા દસ્તાવેજી પુરાવાઓ તથા કુલ ૧૧ જેટલા સાહેદો તપાસવામાં આવેલ
હતા. તથા સરકાર તરફે દલીલો કરવામાં આવેલ હતી. પોરબંદર સ્પે. પોક્સો કોર્ટ દ્વારા
આરોપી સમીરભાઇ ભરતભાઇ મારૃને દસ વર્ષની સખત કેદની સજા તથા આરોપી અનિલભાઇ ધીરૃભાઇ
અગેસાણીયાને ૩ વર્ષની સખત કેદની સજા તથા કુલ રૃા. ૧૬,૦૦૦નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવેલ છે.