રાજકોટમાં બિહારથી પિસ્ટલ વેચવા લાવેલા બે શખ્સો ઝબ્બે
નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ પરથી પોલીસે દબોચી લીધો
રૃા. ૩૦ હજારનો મુદામાલ કબ્જે કરાયો
રાજકોટ : નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર નવા બનતા ગેઇમઝોન પાસેથી
ગાંધીગ્રામ-૨ પોલીસે મુળ બિહારના બે શખ્સોને દેશી બનાવટના પિસ્ટલ સાથે પકડી લઇ
પૂછપરછ શરૃ કરી છે.
ધરપકડ કરાયેલામાં આશિષ બીરેન્દ્ર પ્રસાદ અને નથુન ઉર્ફે
રીતેશ શિવજનમ પ્રસાદ (રહે. બંને ખોડીયારનગર શેરી નં.૧૦, ઓરડીમાં પૂનીતના
ટાંકા પાસે, ૧૫૦ ફૂટ
રીંગ રોડ, મુળ
બિહાર)નો સમાવેશ થાય છે.
નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર નવા બનતા ગેઇમઝોન પાછળના ભાગેથી
બાતમીના આધારે ગાંધીગ્રામ-૨ પોલીસના પીઆઇ એચ.એન. પટેલ અને જમાદાર ક્રિપાલસિંહ ઝાલા
સહિતના સ્ટાફે બન્નેને પકડી તલાસી લેતા તેની પાસેથી રૃા.૨૦ હજારની કિંમતની દેશી
બનાવટની ૧ પીસ્ટલ મળી આવતા પીસ્ટલ અને બે ફોન મળી કુલ રૃા.૩૦ હજારનો મુદામાલ કબ્જે
કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે બન્ને આરોપી છૂટક મજુરી કામ કરે છે
તે બિહારથી આ હથિયાર વેચવા માટે લાવ્યાનું રટણ કર્યું હતું. પોલીસે બન્નેની વધુ
પૂછપરછ જારી રાખી છે.