Get The App

7,00,00,000 રોકડા લઈને જતાં બે જણા અમીરગઢ બોર્ડર પરથી ઝડપાયા, રૂપિયા ગણવા બેંકમાંથી મશીન મંગાવ્યું

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
7,00,00,000 રોકડા લઈને જતાં બે જણા અમીરગઢ બોર્ડર પરથી ઝડપાયા, રૂપિયા ગણવા બેંકમાંથી મશીન મંગાવ્યું 1 - image


Check Post Amirgadh: અમીરગઢ ચેકપોસ્ટ પાસે આવેલી રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પરથી સાત કરોડથી વઘુની રકમ સાથે મહેસાણા જિલ્લાના બે શખ્સોની અટકાયત કરી છે. ચેકપોસ્ટ પર મોટી માત્રામાં રકમ મળતા ગણવા માટે કાઉન્ટિંગ માટે બેંકમાંથી મશીન મંગાવવા પડ્યા હતા. આ રોકડ રકમની આયકર વિભાગને પણ જાણ કરી છે. 

રોકડ રકમ ગણવા માટે બેંકમાંથી મશીન મંગાવવુ પડ્યું

આબુરોડ રીક્કો પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, દિલ્હીથી અમદાવાદ જઇ રહેલી કારને માવલ ચેકપોસ્ટ પર રોકાવી હતી. પોલીસે કારમાં તપાસ કરતા રોકડ રકમ છૂપાવીને લઇ જવાતી હતી. કાર ચાલક અને તેની સાથે રહેલા શખ્સને રોકડ રકમ અંગે પૂછતા પોલીસે સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને રોકડ રકમ સાત કરોડના કોઇ પુરાવા પણ આપ્યા ન હતી. પોલીસે સાત કરોડ ભરેલી કારને રીક્કો પોલીસ સ્ટેશનમાં લઇ જઇને ગણતરી કરવાની હાથ ધરી હતી. આ રોકડ રકમ ગણવા માટે બેંકમાંથી મશીન મંગવવામાં આવ્યું હતું. 

આ રકમ 7.01 કરોડ હોવાનું ગણતરીમાં સામે આવ્યું હતું. કારમાં રોકડ રકમ લઇ જના સંજય રાવલ ( રહે. રાવડાપુરા, જિલ્લો, મહેસાણા) અને દાઉદ સિંધી( રહે. ગોરાઠ, જિ.મહેસાણા)ની અટકાયત કરી હતી. આ શખ્સો 7 કરોડ ક્યાંથી લાવ્યા અને કોને આપવાની હતી સહિતને લઇ પૂછપરછ કરી છે.    


Google NewsGoogle News